અગુષ્ટાવેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટર સૌદામાં વચેટીયાની ભૂમિકા ભજવનારા ક્રિશ્ચયન મિશેલને યુએઈથી ભારત લાવવામાં આવ્યા બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. VVIP હેલિકોપ્ટર સૌદામાં લાંચના આરોપોની સીબીઆઈ તપાસ કરી રહી છે. ભારતીય એજન્સીઓની આ એક મોટ સફળતા માનવામાં આવે છે. મિશેલને સીબીઆઈ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. મિશેલને રિમાન્ડ પર લેવામાં આવશે. મિશેલની ધરપકડથી કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો થયેલો જોવા મળી રહ્યો છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે યુએઈ સરકારે મંગળવારે બ્રિટીશ નાગરિક મિશેલના પ્રત્યાપર્ણને મંજુરી આપી હતી. ત્યાર બદા તેને દુબઈથી વિમાન મારફથ ભારત લાવવામાં આવ્યો હતો. યુએઈની સુપ્રીમ કોર્ટે પાછલા મહિનામાં મિશેલના પ્રત્યાપર્ણ પર નીચલી કોર્ટનાં આદેશને મંજુરી આપી દીધી હતી. 54 વર્ષીય મિશેલની પૂછપરછમાં હેલિકોપ્ટર સૌદામાં અનેક રહસ્યો છતા થઈ શકે છે. ભારતીય તપાસ એજન્સીઓ 3600 કરોડ રૂપિયાના સૌદામાં મિશેલને ઝડપી પાડવા માટે પ્રયાસરત હતી. ઈન્ટરપોલ અને સીઆઈડીએ તેને પકડી પાડવામાં મહત્વની ભમિકા ભજવી હતી.
મિશેલને ત્રણ વચેટીયા પૈકી એક માનવામાં આવે છે. સીબીઆઈનો આરોપ છે કે મિશેલ ઉપરાંત ગુઈદો હશ્કે અને કાર્લો ગેરોસોની પણ લાંચકાંડમાં સંડોવણી રહેલી છે. આરોપ છે કે અગુષ્ટાવેસ્ટલેન્ડ સૌદા માટે 423 કરોડ રૂપિયાની લાંચ આપવામાં આવી હતી. આ લાંચ ડીલની શરતોનું ઉલ્લંઘન કરનારી બની રહે છે. મિશેલને 225 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. સીબીઆઈનો આરોપ છે કે સૌદાના કારણે ભારત સરકારને 2666 કરોડ રૂપિયાનું નુકશાન થયું છે.
મિશેલને ભારત લાવવાની કોશીશ પાછલા વર્ષથી કરવામાં આવી રહી હતી. 2017માં ભારત સરકારે દુબઈને અનુરોધ કર્યો હતો કે સીબીઆઈ અને ઈડીની તપાસ અનુસાર તમામ પુરાવા અને દસ્તાવેજો મિશેલની વિરુદ્વમાં છે. ભારત સરકારે તમામ ડોક્યુમેન્ટ્સ યુએઈને સુપરત કર્યા હતા. કોર્ટ દ્વારા બિનજામીનપાત્ર વોરંટ ઈશ્યુ થયા બાદ તપાસ એજન્સીઓએ ઈન્ટરપોલનો સંપર્ક કર્યો હતો. તે વખતે રક્ષા મંત્રી એકે એન્ટોનીએ આ સૌદો રદ્દ કર્યો હતો.