Karnataka: કર્ણાટકના હાવેરી જિલ્લામાંથી હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. અહીં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 13 લોકોના કરૂણ મોત થયા છે. જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ-પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી, ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા અને મૃતદેહોનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા. આ અકસ્માત આજે એટલે કે શુક્રવારે વહેલી સવારે બ્યાડગી તાલુકામાં થયો હતો જ્યારે એક મિનિબસ પાર્ક કરેલી ટ્રક સાથે અથડાઈ હતી.
માહિતી આપતા પોલીસે જણાવ્યું કે દુર્ઘટનાનો ભોગ બનેલા તમામ લોકો શિવમોગ્ગાના રહેવાસી હતા અને બેલાગવી જિલ્લાના સાવદત્તીથી દેવી યલ્લમ્માના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા.