કેટલીક વખત વિપક્ષ સત્તાપક્ષના નેતાઓને ભષ્ટ્રાચાર મુદ્દે ઘેરાતું હોય છે. મોરબી જિલ્લાના વાંકાનેરમાંથી સત્તાપક્ષમાં ભાજપના જ આગેવાને ભાજપના પ્રમુખ, અને સંસાદ સામે મોરચો માંડ્યો છે. ભાજપના મોરબી જિલ્લાના વાકાંનેરના આગેવાન જીતુસોમાણી પોતાના જ પાર્ટીના પ્રમુખ અને સંસાદ પર ભ્રષ્ટ્રાચારના સનસનીખેજ આરોપો લગાવ્યા છે. જોકે આ આરોપોને જિલ્લા પ્રમુખ ખોટા ગણાવ્યા છે. જીતુ સોમાણી દ્રારા આરોપ છે વહીવટીતંત્રમાં છેલ્લા ઘણા સમયથી ગેરરીતિ ચાલી રહી છે. આ અંગે નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખને નોટિસ ફટકારવામાં આવી હતી તે સંદર્ભે આજે જીતુ સોમાણી આજે તેમના નિવાસસ્થાને પત્રકાર પરિષદનું આયોજન કર્યુ હતુ મોરબી જિલ્લાના વાકાંનેરના ભાજપ પ્રમુખ ર્દુલજીભાઇ દેથરીયા તેમજ રાજકોટના સંસાદ અને મોરબી રહેતા ભાજપના સિનિયર નેતા મોહન કુંડારીયા પર ભ્રષ્ટ્રાચારના આરોપો મુક્યા છે તેમના દ્વારા નગરપાલિકાને સુપરસીડ કરવા માટે કાવતરું રચવામાં આવી રહ્યું હોવાનો આરોપ લગાવ્યા છે.
