બિહારના મધુબની જિલ્લામાં વ્યવહાર ન્યાયાલયમાં તે સમયે હંગામો મચી ગયો જ્યારે બે પોલીસ કર્મચારીઓએ જજ અવિનાશ કુમારને ખુબ જ ખરાબ રીતે માર માર્યો અને પછી તેમની કાનપટ્ટી ઉપર પિસ્તોલ ધરી દીધી.
આ ઘટના મધુબનીના ઝંઝારપુરની છે, જ્યાં બે પોલીસ કર્મીઓ પર અપર જિલ્લા અને સંત્ર ન્યાયાધીશ (ADJ) અવિનાશ કુમાર પર હુમલો કરવા અને તેમને અશ્લિલ ગાળો આપવાનો આરોપ લાગ્યો છે. બંને આરોપીઓને ADJ પર હુમલો કરવાના કેસમાં જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.
જાણકારી અનુસાર ADJ અવિનાશ કુમાર પર આ હુમલો SHO ગોપાલ પ્રસાદ અને SI અભિમન્યુ કુમારે સુનાવણી વખતે કર્યો હતો. રિપોર્ટ અનુસાર ગોપાલ પ્રસાદ અને અભિમન્યુ કુમારે જજ પર અચાનક હુમલો કરી દીધો અને તેમના સાથે મારપીટ કરવા લાગ્યા. તે પછી એક આરોપીએ જજ પર પિસ્તોલ ધરી દીધી હતી.
જોકે, આ હુમલા પછી પણ ADJ અવિનાશ કુમાર સુરક્ષિત છે પરંતુ પોતાના પર થયેલા હુમલાને લઈને ખુબ જ ડરી ગયા છે. હવે આ કેસ અંગે પટણા હાઈકોર્ટે પણ સંજ્ઞાન લીધુ છે અને 29 નવેમ્બરે આ કેસની સુનાવણી થશે.
આ ઘટનાને લઈને હવે પટણા હાઈકોર્ટે બિહાર સરકારના પ્રમુખ સચિવ, પોલીસ મહાનિર્દેશક પટણા, ગૃહ વિભાગ અને મધુબનીના પોલીસ અધીક્ષક (એસપી) પાસે જવાબ માંગ્યો છે. જણાવી દઈએ કે જજ પર હુમલા દરમિયાન બચાવ કરવા આવેલા અનેક વકીલ પણ ઈજાગ્રસ્ત થઈ ગયા છે, તેમને નાની મોટી ઈજાઓ આવી છે.