Pahalgam Terror Attack: પહેલગામ હુમલો દેશની એકતા તોડવાનો પ્રયાસ: બાબા રામદેવ”
Pahalgam Terror Attack જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ઘાતક આતંકવાદી હુમલાને લઈને યોગ ગુરુ બાબા રામદેવે પોતાની શક્તિશાળી પ્રતિક્રિયા આપી છે. તેમણે આરોપ મૂક્યો છે કે આ હુમલો માત્ર મુસાફરોની હત્યા માટે નહીં, પણ ભારતની ધાર્મિક એકતાને નષ્ટ કરવા માટે કરવામાં આવ્યો છે.
રામદેવે કહ્યુ કે, “હિન્દુઓને તેમનો ધર્મ પૂછ્યા પછી મારોવામા આવ્યા હતા. આ હુમલો ભારતની શેરીઓમાં હિન્દુ-મુસ્લિમ વચ્ચે રમખાણો શરૂ કરવાનો ઘાતક પ્રયાસ છે.” તેમણે આ ઘટનાને દેશની સલામતી અને સામાજિક સંતુલન સામેનું ગંભીર ખતરો ગણાવ્યું.
બાબા રામદેવે જણાવ્યું કે, “આ આતંકવાદીઓ દેશમાં ગૃહયુદ્ધ શરૂ કરવા માંગે છે. પરંતુ ભારતના લોકો એવા છે કે જે શાંતિપ્રિય છે અને આ કાવતરો સફળ થવા દેશે નહીં.”
તેમણે વિભાજનકારક તત્વો અંગે પણ ખુલ્લેઆમ વાત કરી. “આજના સમયમાં બે પ્રકારના મુસ્લિમો છે – એક એવા જે ભારત, કુરાન અને ઇસ્લામને માને છે અને બીજાં એવા છે જે ધર્મના નામે વિભાજન અને હિંસા ફેલાવવાનું કામ કરે છે. આવા કટ્ટરપંથી તત્વો દેશ માટે ખતરનાક છે.”
પાકિસ્તાનનો ઉલ્લેખ કરતા રામદેવે કહ્યું કે, “આ હુમલાઓ પાછળ પાકિસ્તાનનો હાથ છે. ત્યાંથી ભારતમાં આતંક માટે ભંડોળ અને શસ્ત્રો આવે છે. હવે ભારત સરકારે POKને ભારત સાથે ભેળવી દેવું જોઈએ અને ત્યાંની આતંકી છાવણીઓનો નાશ કરવો જોઈએ.”
તેમણે અપીલ કરી કે દરેક નાગરિકે દેશભક્ત તરીકે એકતામાં રહીને આવા ઘાતકી મન્સૂબાઓનો વિરોધ કરવો જોઈએ. “અમે સૌ ભિન્ન હોઈએ છતાં ભારતના છે અને એકતામાં જ આપણો વાસ છે,” એમ તેમણે ઉમેર્યું. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે સમગ્ર દેશ પહેલગામ હુમલાની પીડામાં ડૂબેલો છે અને બધા સ્તરે આતંકવાદ સામે મજબૂત જવાબની માંગ થઈ રહી છે.