ગોવાના મહેસૂલ મંત્રી અતાનાસિયો મોન્સેરેટને સોમવારે હૃદયરોગનો હુમલો આવતાં ગોવા મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સવારે લગભગ 1.30 વાગ્યે તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. હાલ તેમની હાલત સ્થિર છે.
રાત્રે 12.30 વાગે તેમને હાર્ટ એટેક આવતા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલના સુપર સ્પેશિયાલિટી બ્લોકમાં તેની સારવાર ચાલી રહી છે. ડોક્ટર બાંદોડકરે જણાવ્યું કે તેમને થોડા દિવસો સુધી ડોક્ટરોની દેખરેખમાં રાખવામાં આવશે. તમને જણાવી દઈએ કે 59 વર્ષીય બીજેપી નેતા પણજી વિધાનસભા મતવિસ્તારનું નેતૃત્વ કરે છે.