Ashwini Vaishnav: 14 નવા રેલ્વે સ્ટેશન, 1300 ગામોમાં કનેક્ટિવિટી… મોદી કેબિનેટે રૂ.6456 કરોડના રેલવે પ્રોજેક્ટને મંજૂરી આપી
Ashwini Vaishnav: કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે જણાવ્યું હતું કે કેબિનેટે 10 રાજ્યોમાં પ્રત્યેક 12 ઔદ્યોગિક સ્માર્ટ સિટી બનાવવાના મેગા પ્રોજેક્ટને લીલી ઝંડી આપી દીધી છે.
કેન્દ્રની મોદી સરકારે મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે ઘણા મોટા નિર્ણયો લીધા છે.
કેન્દ્રીય મંત્રી અશ્વની વૈષ્ણવે બુધવારે (28 ઓગસ્ટ 2024) કહ્યું કે કેબિનેટે રાષ્ટ્રીય ઔદ્યોગિક કોરિડોર વિકાસ કાર્યક્રમ હેઠળ 12 સ્માર્ટ શહેરોને મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રીના જણાવ્યા અનુસાર, સરકાર 10 રાજ્યોમાં આ પ્રોજેક્ટ માટે 28,602 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.
#WATCH | After the cabinet meeting, Union Minister Ashwini Vaishnaw says, "…Cabinet today approved 12 Industrial Smart Cities under National Industrial Corridor Development Programme. The government will invest Rs 28,602 crore for this project…" pic.twitter.com/KxNYqNZ5dT
— ANI (@ANI) August 28, 2024
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ લગભગ 10 લાખ લોકોને રોજગાર આપશે. આનાથી આડકતરી રીતે 30 લાખ નવી નોકરીઓ પણ સર્જાશે. કેન્દ્રીય મંત્રીના જણાવ્યા અનુસાર આમાં 1.52 લાખ કરોડ રૂપિયાનું રોકાણ થવાની સંભાવના છે.