હરીયાણા-પંજાબ હાઈકોર્ટે આસારામના પુત્ર અને સુરતની લાજપોર જેલમાં બંધ નારાયણ સાઈને જામીન આપવાનો હુકમ કર્યો છે. નારાયણ સાઈ પર હત્યા અને યૌન ઉત્પીડનના આરોપ છે. હાઈકોર્ટમાં સતત સુનાવણી કરવામાં આવી હતી. હરીયાણા સરકારે માગ કરી હતી કે નારાયણ સાઈને કોઈ પણ સંજોગોમાં જામીન આપવામાં આવે નહીં, કારણ કે નારાયણ પર ગંભીર પ્રકારના ગુના નોંધાયેલા છે.
હરીયાણા સરકારે જામીન આપવાનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું નારાયણ સાઈ કેસને અસર કરી શકે છે. સરકારે કહ્યું કે નારાયણ સાઈ પર કુલ નવ કેસ ચાલી રહ્યા છે.
હરીયાણા સરકારે કહ્યું કે તમામ કેસમાં નારાયણ સાઈ મુખ્ય આરોપી છે. પાછલી સુનાવણીમાં કોર્ટે સરકારને ત્રણ સપ્તાહનો સમય આપ્યો હતો. હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટને સુનાવણીમાં ઝડપ કરવાનો આદેશ આપ્યો હતો. બે બહેનોનું યૌન શોષણ અને સાક્ષીની હત્યાનો કેસ નારાયણ સાઈ પર ચાલી રહ્યો છે.
જ્યારે બચાવ પક્ષની દલીલ હતી કે નારાયણ સાઈને ખોટી રીતે બન્ને કેસમાં ફસાવવામાં આવ્યા છે. હુમલા અને યૌન ઉત્પીડનના મામલામાં નારાયણ સાઈ નિર્દોષ છે અને તેમના પર લાંછન લગાડવામાં આવ્યા છે. આ કેસથી નારાયણ સાઈને કશી લેવા દેવા નથ જેથી કરીને રેગ્યુસર જામીન આપવામાં આવે. વકીલો અને સરકારન દલીલો સાંભળ્યા બાદ પંજાબ-હરીયાણા કોર્ટે આજે નારાયણ સાઈને જામીન આપી દીધા છે.