Asaduddin Owaisi ગૃહમંત્રીએ કહ્યું તરત આવો’, ઓવૈસીએ સર્વપક્ષીય બેઠકમાં આમંત્રણ અંગે જણાવ્યું
Asaduddin Owaisi પહેલગામ આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશ શોકમાં છે અને તેના જવાબમાં કેન્દ્ર સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. દેશની સુરક્ષા સાથે જોડાયેલા એવા મહત્વપૂર્ણ મુદ્દા પર દરેક પક્ષનો અવાજ સાંભળવો જરૂરી ગણાય છે. પરંતુ આ બેઠકની શરૂઆત પહેલાં AIMIMના અધ્યક્ષ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ ખાસ નિવેદન આપ્યું છે.
ઓવૈસીએ જણાવ્યું કે તેઓને પહેલાં આમંત્રણ મળ્યું ન હતું, જેના કારણે તેમણે કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ અને વડાપ્રધાન મોદીને આ બાબત અંગે રજૂઆત કરી હતી. જોકે ત્યારબાદ ગૃહમંત્રી અમિત શાહનો તેમને ફોન આવ્યો હતો. ઓવૈસીએ કહ્યું, “ગૃહમંત્રીએ મને ફોન કરીને પૂછ્યું કે તમે ક્યાં છો? મોડું થઈ રહ્યું છે, તરત આવો. હું ટિકિટ બુક કરાવી રહ્યો છું અને દિલ્હીમાં યોજાનારી બેઠકમાં શક્ય તેટલી વહેલી તકે પહોંચીશ.”
#WATCH | | Hyderabad, Telangana: On the all-party meeting called over #PahalgamTerroristAttack, AIMIM Chief Asaduddin Owaisi says, "The reason for which the all-party meeting is called is of national importance. The Home Minister just called me and asked where I am. He has asked… pic.twitter.com/MnKF9TjiEe
— ANI (@ANI) April 24, 2025
આ નિવેદનથી એકંદર રાજકીય વાતાવરણમાં હલચલ મચી ગઈ છે. ઓવૈસીએ આગળ કહ્યું કે, “આ સર્વપક્ષીય બેઠક માત્ર રાજકીય નહી પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા માટે છે. દરેક સાંસદ, કેટલા પણ મોટા કે નાના પક્ષમાંથી હોય, દેશના લોકોના પ્રતિનિધિ છે અને તેમના મંતવ્યો સાંભળવા જોઈએ.”
અગાઉ ઓવૈસીએ જણાવ્યુ હતું કે સરકારએ માત્ર મોટા પક્ષોને આમંત્રણ આપ્યું છે, જે લોકશાહી માટે યોગ્ય નથી. તેમણે જણાવ્યું કે એકપણ સાંસદ અનાવશ્યક નથી અને રાષ્ટ્રીય મુદ્દે સૌનો અવાજ મહત્વ ધરાવે છે.
આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય પહલગામ હુમલા સંબંધિત તમામ માહિતી વિપક્ષ સુધી પહોંચાડવાનો છે અને સાથે સાથે નીતિ વિષયક સૂચનો પણ મેળવવાનો છે. આવી બેઠકો દ્વારા સરકાર અને વિપક્ષ વચ્ચે પારદર્શકતા વધે છે અને રાષ્ટ્રીય એકતા માટે મજબૂત સંદેશ જાય છે.
અસદુદ્દીન ઓવૈસીએ અંતે ઉમેર્યું કે, “આવું રાષ્ટ્રહિતનું આયોજન દરેક પક્ષ માટે ખુલ્લું હોવું જોઈએ.”