આંધ્રપ્રદેશના એલુરુમાં અક્કીરેદ્દીગુડેમ ખાતે બુધવારે રાત્રે એક કેમિકલ ફેક્ટરીમાં આગ ફાટી નીકળતાં છ લોકોના મોત થયા હતા અને 12 લોકો ઘાયલ થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના નાઈટ્રિક એસિડ મોનોમિથાઈલ લીક થયા બાદ બની હતી. ઘાયલોમાં ઘણાની હાલત નાજુક છે.
ગંભીર રીતે ઘાયલ લોકોને સારી સારવાર માટે વિજયવાડા રિફર કરવામાં આવ્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર પોરસ ઈન્ડસ્ટ્રીના યુનિટ 4માં રાત્રે લગભગ 10 વાગે બ્લાસ્ટ થયો હતો, જે બાદ જોરદાર આગ ફાટી નીકળી હતી. તે સમયે ફેક્ટરીમાં લગભગ 150 લોકો કામ કરતા હતા.