હિન્દુ પંચાંગ મુજબ વૈશાખ માસના શુક્લ પક્ષની ત્રીજ અક્ષય તૃતીયા તરીકે ઉજવવામાં આવે છે. ઘણી જગ્યાએ તેને અખતીજ અથવા વૈશાખ તીજ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વર્ષે અક્ષય તૃતીયાનો તહેવાર શુક્રવાર 14 મે 2021 ના ઉજવવામાં આવશે. એવું માનવામાં આવે છે કે અક્ષય તૃતીયાનો દિવસ સદ્ભાગ્ય અને સંપત્તિ આપનાર ઉપરાંત ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ વર્ષે અક્ષય તૃતીયા પર ઘણા વિશેષ સંયોગો બની રહ્યા છે, જેના કારણે તહેવારનું મહત્વ વધી રહ્યું છે.સૌથી મહત્વની વાત એ છે કે આ વર્ષે અક્ષય તૃતીયાનો તહેવાર 14 મેના રોજ ઉજવવામાં આવશે અને આ દિવસ શુક્રવારનો છે. શુક્રવારને ધનની દેવી લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે અને આ દિવસે અક્ષય તૃતીયાનો તહેવાર ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. આ દિવસે અક્ષય તૃતીયાની વિશેષ પૂજાની સાથે મહાલક્ષ્મીજીની પૂજા પણ કરવામાં આવશે, જે આ દિવસે ખૂબ જ શુભ ફળ આપશે. આ ઉપરાંત રોહિણી નક્ષત્ર આ દિવસે રહેશે અને યોગ પણ સુકર્મા છે.
અક્ષય ત્રિતીયાના દિવસે, ચંદ્ર વૃષભ રાશિમાં રહેશે, જ્યાં શુક્ર ગ્રહ પહેલેથી જ હાજર છે, અને આ બંને મળીને લક્ષ્મી યોગ રચશે. તે ધન-સમૃદ્ધિ વધારનારો યોગ માનવામાં આવે છે. મોટાભાગના લોકોને લાગે છે કે અક્ષય તૃતીયાનો દિવસ ફક્ત સોનાની ખરીદી માટે જ મહત્વપૂર્ણ છે. પરંતુ એવુ નથી કારણ કે આ દિવસે કરવામાં આવેલ તમારું કોઈ શુભ કાર્ય ક્યારેય ક્ષય નથી થતુ અને તેમાં અનેકગણો વધારો થાય છે. તેથી દાન-પુણ્ય પણ આ દિવસે કરવું જોઈએ. આ સિવાય, આ દિવસનું ધાર્મિક મહત્વ ખૂબ વધુ છે. પરશુરામ જયંતી અક્ષય તૃતીયાના દિવસે ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ગણાતા પરશુરામનો જન્મ આ દિવસે થયો હતો. આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે પરશુરામની પૂજા પણ કરવામાં આવે છે. મા અન્નપૂર્ણાનો જન્મદિવસ પણ અક્ષય તૃતીયાના દિવસે પણ મનાવવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે આ દિવસે માતા અન્નપૂર્ણાની પણ પૂજા કરવી જોઈએ, જે હંમેશાં ઘરનો ભંડાર ભરેલો રાખે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે ભગવાન શિવે ભગવાન કુબેરને દેવી લક્ષ્મીની પૂજા કરવાનું કહ્યું (કુબરે દેવી લક્ષ્મીની ઉપાસના કરી), તેથી અક્ષય તૃતીયા પર દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે, જે સંપત્તિમાં વધારો કરે છે.