આગરાઃ અત્યારે પતિ પત્ની ઔર વોના કિસ્સાઓ છાસવારે પ્રકાશમાં આવતા રહે છે ત્યારે આવા કિસ્સાઓનો કરુણ અંજામ આવતો હોય છે. આવો જ એક કિસ્સો ઉત્તર પ્રદેશના આગરા જિલ્લામાં બન્યો છે. લફરાબાજ પત્નીનો ભાંડો ફૂટ્યો હતો. અને પ્રેમી સાથે કઢંગી હાલતમાં ઝડપાઈ હતી.
ઉત્તર પ્રદેશના આગરા જિલ્લામાં પ્રેમી પ્રેમીકાના ઘરે મળતા જતાં સ્થાનિક લોકોએ પ્રેમીને ઝડપી પાડી વીજળીના થાંભલા સાથે બાંધીને જોરદાર મેથીપાક ચખાડ્યો છે. જો સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો આગરા જિલ્લાના સિકંદરા પોલીસ સ્ટેશન વિસ્તારના રુનકતા ગામની હોવાનું સામે આવ્યું છે.
આ બંને પ્રેમી-પ્રમીકા એકજ ગામના રહેવાસી છે. અંહી પરણિત મહીલાને એક રિક્ષા ચાલક સાથે પ્રેમ થઈ ગયો હતો. અને જ્યારે પરણિત મહીલાનો પતિ કામના અર્થે બહાર ગામ ગયો હતો. તે દરમ્યાન પરણિત મહીલાએ પોતાના પ્રેમીને પોતાના ઘરે મળવા બોલાવ્યા હતો.
પ્રેમી મળવા આવ્યો હોવાની માહિતી સ્થાનિક લોકોને તેમજ પરિવારને ખબર પડતાં સ્થાનિક લોકોએ પ્રેમીને પકડી પાડી લાઈટના થાંભલા સાથે બાંધી જોરદાર મેથીપાક ચખાડ્યો હતો.
રિક્ષા ચાલક પોતાની પ્રેમીકાને મળવા ગયો પરંતુ આ બનાવની જાણ સ્થાનિક લોકોને થતાં લોકોએ યુવકને મેથીપાક ચખાડ્યો હતો. ત્યાર બાદ ઘટના સ્થળ પર હાજર લોકોએ યુવકને માર મારી વીડિયો ઉતારી સોશિયલ મીડિયા મીડિયામાં વાયરલ કર્યો હતો. તેના આધારે આ બનાવની જાણ આગરા જિલ્લાના સ્થાનિક પોલીસને થતાં પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.