મુંબઈ: એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે બુધવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથેની મુલાકાત દરમિયાન કલાકારોને સ્ટોરીઓ પ્રસ્તુત કરવામાં મુશ્કેલીઓ આવી રહી છે અને આરોપ લગાવ્યો કે સરકાર દેશદ્રોહ કાયદો અને યૂપીએના કાયદાઓનું અંધાધૂંધ ઉપયોગ કરી રહી છે.
બેનર્જીએ ત્રણ દિવસીય મુંબઈ પ્રવાસ દરમિયાન બુધવારે નાગરિક સમાજના સભ્યો સાથે વાતચીત કરી. સ્વરા ભાસ્કરે કહ્યું, એક રાજ્ય છે,જે યૂએપીએ (ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ) અને દેશદ્રોહના આરોપોને ભગવાનના પ્રસાદની જેમ વહેંચી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર રાજકીય અને સામાજિક મુદ્દાને લઈને બેબાક રીતે પોતાની વાત રાખનાર અભિનેત્રીએ કહ્યું, વર્તમાન સમયમાં કલાકારોને કહાણીઓ સંભળાવવામાં ખુબ જ પ્રતિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં અનેક લોકો છે જેમણે પ્રતિરોધને જીવિત રાખવા માટે પોતાની આજીવિકા અને કરિયરને જોખમમાં નાખ્યો છે.
તેમણે કહ્યું કે દક્ષિણપંથી સમૂહોએ હાસ્ય કલાકારો મુનવ્વર ફારૂકી, અદિતિ મિત્તલ, અદ્વિકા જોશુઆને નિશાન બનાવવામાં આવ્યા છે. જ્યારે ફારૂકીએ એક મહિનો જેલમાં વિતાવ્યો (કથિત રીતે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ). સ્વરા ભાસ્કરે આક્ષેપ કર્યો હતો કે સામાન્ય નાગરિકો “બેજવાબદાર-ટોળા” નો સામનો કરવો પડી રહ્યો છે. જેનો શાસક સરકાર દ્વારા ઉપયોગ કરવામાં આવે છે જ્યારે પોલીસ અને રાજ્ય તેને ખુલ્લી છૂટ આપી રહી છે. બીજી તરફ મમતા બેનર્જીએ કહ્યું કે UAPAનો ભારે દુરુપયોગ થઇ રહ્યો છે. “UAPA સામાન્ય નાગરિકો માટે નથી પરંતુ બાહ્ય શક્તિઓથી રક્ષણ અને આંતરિક સુરક્ષા માટે છે,”