ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે જેને લઇ તમામ રાજ્કીય પક્ષોએ પણ કમરકસી લીધી છે,ગુજરાતમાં ખૂબ જ રસાકસીવાળો ત્રપાંખિયા જંગ ખેલાવા જઇ રહ્યો છે કોણ બનશે ગુજરાતનો સરદાર?
ભાજપ કોંગ્રેસ બાદ આપ પણ આ વખતે મેદાને પડી છે. ગુજરાતમાં આપ ત્રીજા વિકલ્પ તરીકે ઉભરી આવી છે. પોતાની જમીન શોધવા અને લોકોના દિલોમાં સ્થાન મેળવવા ગુજરાતભરમાં આપની પરિવર્તન યાત્રા પૂરજોશમાં ચાલી રહી છે. જયા આ યાત્રને ઠેર-ઠેર લોકોનો વિશાળ જનપ્રતિસાદ મળી રહ્યો છે. આમ આદમી પાર્ટીની સૌરાષ્ટ્ર ઝોન પકડ મજબૂત કરવા ઇશુદાનગઢવી નેતૃત્વ આ પરિવર્તન યાત્રા ચાલી રહી છે અને મોટી સંખ્યામાં લોકો જોડાઇ રહ્યા છે.વિધાનસભાની ચૂંટણી જોતા આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ 3 મહિનાના અંતરાલ ચોથી વખતે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. અને હાલ ચાલી રહેલા પરિવર્તન યાત્રની સમાપન સમયે અરવિંદ કેજરીવાલ ખાસ ઉપસ્થિત રહેશે અને મિશન 2022ની ચૂંટણી આગળની રણનિતિ ઘડશે.
આપની પરિવર્તન યાત્રા ગુજરાતની 182 વિધાનસભાની ચૂંટણીને આવારી લેશે તેને લઇ ગામે-ગામ આ યાત્રા ફરી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલ 60 દિવસમાં ચોથી વાર પ્રવાસે છે જે ચૂંટણી પહેલા ખૂબજ સૂચક માનવામાં આવી રહી છે. આ પહેલા અરવિંદ કેજરીવાલ રાજકોટના શાસ્ત્રી મેદાન પહોંચ્યા હતા જયાં એક વિશાળ સભા સબોંધી હતી લોકોને એક મોકો આપવા આહવાન કર્યો હતો.