AAPએ ગુરુવારે (25 જુલાઈ) કહ્યું કે દિલ્હી હાઈકોર્ટના આદેશ બાદ કેન્દ્ર સરકારે આમ આદમી પાર્ટીને એક નવું કાર્યાલય ફાળવ્યું છે.
કેન્દ્ર સરકારે CM અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી AAP ને એક નવું કાર્યાલય ફાળવ્યું છે. હાઈકોર્ટના આદેશ પર કેન્દ્ર સરકારે આમ આદમી પાર્ટી માટે નવી ઓફિસ ફાળવી છે. આમ આદમી પાર્ટી હેડક્વાર્ટરનું નવું સરનામું બંગલો નંબર 1, રવિશંકર શુક્લા લેન, નવી દિલ્હી હશે.
અગાઉ, આમ આદમી પાર્ટી (AAP) ના મુખ્યાલયનું સરનામું 206, રાઉઝ એવન્યુ, દીન દયાલ ઉપાધ્યાય માર્ગ, ITO, નવી દિલ્હી હતું.
આપને જણાવી દઈએ કે આ વર્ષે માર્ચમાં સુપ્રીમ કોર્ટે AAPને 15 જૂન સુધીમાં રાઉઝ એવન્યુમાં તેની ઓફિસ ખાલી કરવા કહ્યું હતું. કારણ કે આ જમીન ન્યાયિક માળખાના વિસ્તરણ માટે ફાળવવામાં આવી હતી.