નવી દિલ્હી તા.1 : કેરળના સાંસદ ઈ અહેમદના નિધન વચ્ચે આજે લોકસભામાં બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. 93 વર્ષમાં પ્રથમ વખત રેલ બજેટને સામાન્ય બજેટ સાથે રજૂ કરવામાં આવ્યું. ઉપરાંત પ્રથમવાર જનરલ બજેટ 28 કે 29 ફેબ્રુઆરીના બદલે 1 ફેબ્રુઆરીએ રજૂ થયું. બજેટ ભાષણમાં અરૂણ જેટલીએ કહ્યું કે, જનરલ બજેટની સાથે જ રેલવે બજેટ રજૂ કરવાને ઐતિહાસિક પગલું ગણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે રેલવેમાં સુરક્ષા, સફાઈ, વિકાસ અને આવક એમ 4 મુદ્દા પર ફોક્સ કરવામાં આવશે તેમ કહ્યું હતું. ઉપરાંત IRCTC થી ટિકિટ બુક કરાવવા પર સર્વિસ ચાર્જ ખતમ કરવાની પણ જેટલીએ જાહેરાત કરી હતી.રાજય દ્વારા ચલાવતી રેલવે સંલગ્ન કંપનીઓ જેવીકે IRCON, IRCTC સ્ટોક એક્ચેન્જ પર લિસ્ટ થશે તેમ પણ તેમણે કહ્યું હતું
બજેટમાં રેલવે માટે ઘણી મહત્વની જાહેરાત.
- જનરલ બજેટની સાથે રેલ બજેટ રજૂ કરવું ઐતિહાસિક ફેંસલો
- રેલવે વધારાના સંસાધનો દ્વારા ફન્ડ એકત્ર કરવાની કોશિશ કરશે.
- ટૂરિઝમ અને ધાર્મિક યાત્રાઓ માટે અલગથી ટ્રેન ચલાવાશે.
- સરકારની આર્થિક નીતિઓમાં રેલવે મહત્વની છે. રેલ બજેટ 1,31,000 કરોડનું હશે.
- રેલવેમાં સુરક્ષા, સફાઈ, વિકાસ અને આવક એમ 4 મુદ્દા પર ફોક્સ કરવામાં આવશે
- પેસેજન્સર સેફટી માટે રેલ સંરક્ષા કોષ બનાવાશે.
- રેલવે સંસ્થા માટે એક લાખ કરોડનું ફન્ડ આપવામાં આવ્યું છે
- 2017-18માં 3500 કિમી લાંબી રેલવે લાઈન નાંખવાની જોગવાઈ કરવામાં આવી છે.
- 2019 સુધીમાં તમામ કોચમાં બાયો ટાયર્સ હશે.
- નવી મેટ્રો રેલ પોલિસી લાવવામાં આવશે.
- IRCTCથી ટિકિટ બુક કરાવવા પર સર્વિસ ચાર્જ નહીં લાગે
73 વર્ષ માં આ પેહલી વખત છે જેમાં રેલ બજેટ અલગ થી રજુ નથી થયું.
- – રેલ બજેટ જનરલ બજેટમાં મર્જ થયું હોય તેવું પ્રથમ વખત બન્યું. 1924માં અંગ્રેજ શાસનથી 2016 સુધી દરેક વર્ષે રેલ બજેટ રજૂ થયું છે.
- નીતિ આયોગના સભ્ય વિવેક દેબરોય અને કિશોર દેસાઈની કમિટીએ રેલ બજેટ ખતમ કરવાની ભલામણ કરી હતી. જેનો ચાલુ વર્ષે અમલ કરવામાં આવ્યો.
- રેલવે સરકારી ખજાનામાંથી 40 હજાર કરોડ રૂપિયા મળ્યા બાદ જ દર વર્ષ આશરે 10 હજાર કરોડ રૂપિયા ડિવિડન્ડ તરીકે ચૂકવે છે. રેલવને કમર્શિયલ વેન્ચર માનવામાં આવે છે. તેને સરકાર અને બીજા સેકટર્સથી એડ મળે છે. તેના 6% રેલવે કેન્દ્રને આપે છે.