ઉત્તરપ્રદેશ તા.2 : પ્રધાનમંત્રી નરેદ્ર મોદી ના નામ પર થોડા સમય પેહલા કેટલાક ઠગ લોકો એ કરોડો ની ઉઘરાણી કરી હતી ભારત માં સાયબર સિક્યુરિટી ને લઇ કોઈ પ્રકાર ની સુવિધા હાલ ઉપલબ્ધ નથી ના તો એને લઇ કોઈ પ્રકાર ની તૈયારી હાલ જોવા મળી રહી છે.ભલે સરકાર નોટબંધી બાદ હાલ દેશ ને કેસ લેશ તરફ ધકેલવાના પોકળ પ્રયાશો કરી રહી હોય પરંતુ હકીકત દિન બ દિન સામે આવતી જાય છે.
આજે ઉત્તરપ્રદેશ માં સાત લાખ લોકો ની સાથે 3,700 કરોડ ની ઓનલાઇન છેતરપિંડી નો કિસ્સો પ્રકાશ માં આવ્યો છે.જેમાં પોલીસ ને 3 લોકો ની ધરપકડ કરવામાં સફળતા મળી છે.આ ત્યા સુધી ની સહુથી મોટી છેતરપિંડી માંની એક માનવામાં આવી રહી છે.મળતી માહિતી પ્રમાણે ઉત્તરપ્રદેશ ટાસ્ક ફોર્સ ની એક ટિમ દ્વારા આ ફ્રોડ ને ક્રેક કરવામાં આવ્યો છે.પ્રાથમિક તપાસ માં સામે આવ્યું છે કે આ ઈસમો એમ્બલસ નામ ની કંપની નોઈડા ના સેકટર 63 માં ચલાવી રહ્યા હતા જેમાં તેમને લોકો ને ઓનલાઈન અને ઘરે બેઠા એડ પર કિલિક કરી ને લાખો રૂપિયા કમાવાની લોભામણી જાહેરાત આપી હતી.માનવામા આવી રહ્યું છે કે સ્કીમ હેઠળ તેમને અત્યાર સુધી માં લગભગ 7 લાખ લોકો ને ધૂતી નાખ્યા છે.
પોલીસે વાતચીત માં જણાવ્યું હતું કે ” આરોપી social trade.biz નામ નું એક ઓનલાઇન પોર્ટલ ચલાવી રહ્યા હતા,જ્યાં ગ્રાહકો ને પૈસા રોકવા પેઠે 5700 થી 57,500 સુધી રોકવા માટે કહેવામાં આવતું હતું.અત્યાર સુધી માં પોલીસ ની તપાસ માં અલગ અલગ એકાઉન્ટ માંથી 500 કરોડ જપ્ત કરવામાં સફળતા મળી છે”
વધુ માં જણાવતા કહયું હતું કે ” ઓનલાઇન ઠગ થોડા સમય ના અંતર માં કંપની ના નામ બદલતા હતા.તે અત્યાર સુધી માં socialtrade.biz freehub.com, intmaart.com frenzzup.com, 3W.com નામ ની કંપની થી લોકો ને છેતરી રહ્યા હતા “ અહીં નોંધનીય છે કે આ સમયે રજુ થયેલા બજેટ માં પણ સરકારે લોકો ને કેશ લેશ વ્યવહાર કરવા પર આગ્રહ કર્યો હતો પરંતુ આ પ્રકાર ના બનાવ ને કારણે જે લોકો આજે ઓનલાઇન પેમેન્ટ કરવા ઈચ્છે છે તે લોકો પણ પીછેહઠ કરે છે.