નવી દિલ્હી તા.6 : કાળાનાણાં પર અંકુશ ના કદમ હેઠળ સરકારે વધુ કે વખત લાલઆંખ કરી છે.તેમજ તેને સંપૂર્ણ પાને નાથી દેવા માટે વધુ એક પગલું લેવામાં આવ્યું છે.હવે 3 લાખ થી વધુ કેશ ઉપાડ પર સો ટકા સુધી નો દંડ વસુલ કરવામાં આવશે,જેની શત્રુ એપ્રિલ ની પેહલી તારીખ થી થશે,જયારે 2017-18 નું બજેટ સંસદ માં રજુ કરવામાં આવ્યું ત્યારે કાળાનાણાં ના પર અંકુશ આવે તેના હેઠળ આ પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે.
કેન્દ્રીય સચિવ હશમુખ એ જણાવ્યું હતુંકે જે પણ વ્યક્તિ કેશ પર લેણદેણ સ્વીકારે છે તેને તેટલા જ પ્રમાણ માં દંડ આપવો પડશે એટલે કે જેટલા કેશ તેટલા પ્રમાણ માં દંડ તેમને એક ઉધારણ આપતા જણાવ્યું હતું કે ‘ જો તમે 4 લાખ રૂપિયા સુધી ની કેશ સ્વીકાર કરો છો તો તમને તેટલા જ પ્રમાણ માં દંડ પણ આપવો પડશે,તેમજ જ કોઈ પણ વ્યક્તિ 50 લાખ સુધી ની રાશિ સ્વીકાર કરે છે તો તેની દંડ ની રકમ પણ 50 લાખ રૂપિયા ની હશે આ તેના માટે હશે જે કેશ માં લેણદેણ કરે છે ‘
તેમને વધુ માં જણાવ્યું હતું કે કોઈ પણ ગ્રાહક દુકાન માંથી મોંઘી ઘડિયાળ ની ખરીદી કરે છે તો તેનો ટેક્સ દુકાનદાર ને ચૂકવવાનો રહેશે તેમને કાયદા ના લાગુ કરવા પાછળ નું કારણ જણાવતા કહ્યું હતું કે આ કાયદા તેના માટે લાગુ કરવામાં આવ્યું છે કે લોકો મોટી રકમ લેણદેણ કેશ માં ટાળે.તેમને જણાવ્યું કે નોટબંધી પછી આજે બેંકો માં ઘણું કાળુંનાણું જમા થયું છે અને ભવિષ્ય માં તેને રોકવા માટે આ પ્રકાર ને પગલાં લેવામાં આવી રહ્યા છે.
તેમને અંત માં જણાવ્યું હતું કે આ પ્રસ્તાવ ની હેઠળ 3 લાખ થી વધુ રકમ લેનાર અથવા આપનાર પર આ નિયમ લાગુ પાડવામાં આવ્યો છે.આંધ્રપ્રદેશ ના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ ના નેજા હેઠળ ના એક રિપોર્ટ માં એક સીમા થી વધુ રકમ ની લેણદેણ પર રોક લાગવાની વાત કરવામાં આવી છે જેમાં 50,000 રૂપિયા થી ઉપર ની રાશિ પર પણ ટેક્સ લાગવા ની જોગવાઈ કરવામાં આવી છે.