નવી દિલ્હી. ભારત અને રશિયાના સંબંધો પહેલાથી ખુબ જ સારા રહ્યાં છે. જોકે, હવે આ સંબંધોને આગળ વધારવામાં આવી શકે છે. તેવામાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આજે એટલે સોમવારે ભારતની મુલાકાતે આવી રહ્યાં છે.
આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચેના શિખર સંમેલનમાં સંરક્ષણ, વેપાર અને રોકાણ, ઉર્જા અને ટેક્નોલોજીના મહત્વના ક્ષેત્રોમાં સહયોગ મજબૂત કરવા માટે ઘણા કરાર પર હસ્તાક્ષર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
શિખર સમિટ સાથે પ્રથમ ‘ટુ પ્લસ ટુ’ સુરક્ષા નીતિ ઉપર ચર્ચા કરવામાં આવી શકે છે. તે ઉપરાંત તેઓ વિદેશ મંત્રી સ્તરીય વાતચીતમાં અફઘાનિસ્તાનની સ્થિતિ અને લશ્કર-એ- તોયબા તથા જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકી સમૂહો સહિત વધી રહેલા આતંકવાદના જોખમ પર પણ ચર્ચા કરશે.
Russian President Vladimir Putin to arrive in India today to hold the 21st annual India-Russia summit with Prime Minister Narendra Modi
(file photo) pic.twitter.com/Z3rUnnRBWY
— ANI (@ANI) December 6, 2021
જણાવી દઈએ કે, રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ અને સુરક્ષા મંત્રી સર્ગેઈ શોયગૂ ગઈ કાલે રાત્રે જ ભારત પહોંચી ગયા છે.
નવી દિલ્હીમાં આયોજિત 21મી ભારત-રશિયા વાર્ષિક સમિટ ખૂબ જ ખાસ છે કારણ કે તેમાં મહત્વપૂર્ણ સંરક્ષણ કરાર પર મહોર લાગશે. છેલ્લી ભારત-રશિયા વાર્ષિક સમિટ સપ્ટેમ્બર 2019માં થઈ હતી જ્યારે મોદીએ વ્લાદિવોસ્તોકની મુલાકાત લીધી હતી. ગયા વર્ષે કોવિડ-19 મહામારીને કારણે સમિટ થઈ શકી ન હતી. સમિટ પહેલા વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ પુતિન મુલાકાત કરશે.
Delhi | Defence Minister Rajnath Singh receives Russian Defence Minister Sergey Shoigu at Sushma Swaraj Bhawan
The two leaders will take part in the first 2+2 ministerial dialogue between India and Russia today. pic.twitter.com/Kq8HTcJ2H1
— ANI (@ANI) December 6, 2021
વિદેશ મંત્રાલયે કહ્યું કે વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ પુતિન સાંજે 5.30 કલાકે સમિટની શરૂઆત કરશે અને રશિયન નેતા 9.30 કલાકે દિલ્હીથી ઉડાન ભરશે. સમિટને ધ્યાનમાં રાખીને ભારતે અમેઠીના કોરવામાં પાંચ લાખથી વધુ AK-203 એસોલ્ટ રાઇફલ્સના નિર્માણ માટે લગભગ રૂ. 5,000 કરોડના પેન્ડિંગ AK 203 કલાશ્નિકોવ રાઇફલ્સ કરારને મંજૂરી આપી છે.
બંને પક્ષો લોજિસ્ટિક્સ સહકાર સમજૂતી માટે વાટાઘાટોના અંતિમ તબક્કા પૂર્ણ કરે તેવી પણ અપેક્ષા છે. આ કરાર પર શિખર મંત્રણા અથવા ‘ટુ પ્લસ ટુ’ વાટાઘાટોમાં હસ્તાક્ષર થઈ શકે છે. આ સાથે રશિયાના રાષ્ટ્રપતિ તેમની એક દિવસીય મુલાકાત દરમિયાન ભારતને S-400 એર ડિફેન્સ સિસ્ટમનું એક મોડેલ પણ સોંપશે.