નવી દિલ્હી : 2021 જીપ રેન્ગલર (Jeep Wrangler) ભારતમાં લોન્ચ કરવામાં આવી છે. આ એસયુવી ‘મેડ ઇન ઇન્ડિયા’ હેઠળ બનાવવામાં આવી છે. કંપનીએ ભારતીય બજારમાં તેની પ્રારંભિક એક્સ શોરૂમ કિંમત રૂપિયા 53.90 લાખ રાખી છે. કંપનીએ ગયા મહિને જ તેને ભારતમાં એસેમ્બલ કરવાની શરૂઆત કરી હતી. આથી જ 2021 જીપ રેન્ગલર સંપૂર્ણ બિલ્ટ યુનિટ (સીબીયુ) ને બદલે તેનું સેમી-નોકડ (એસકેડી) યુનિટ ધરાવશે.
સ્ટેલેન્ટિસ ઇન્ડિયા મહારાષ્ટ્રમાં તેના રંજનગાંવ પ્લાન્ટમાં નવી એસયુવી ભેગા કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, કંપનીએ તેની પ્રી-બુકિંગ શરૂ કરી દીધી છે. ગ્રાહકો દેશભરમાં તેની 26 ડીલરશીપની મુલાકાત લઈને બુક કરાવી શકે છે.
2021 જીપ રેન્ગલરના પાવર પર્ફોમન્સ વિશે વાત કરીએ તો તેમાં પાવર માટે 2.0 લિટર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન છે. તેનું એન્જિન 262 બીએચપીની મહત્તમ શક્તિ અને 400 એનએમનો પીક ટોર્ક જનરેટ કરે છે. તેનું એન્જિન 8 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશનથી સજ્જ છે. તેમાં સેલિયાક-ટ્રેક ફુલ-ટાઇમ 4 ડબ્લ્યુડી ડ્રાઇવ સિસ્ટમ છે.