મહારાષ્ટ્રના બીડ ખાતે એક શરમજનક ઘટના ઘટી છે. અહીં એક સગીરા સાથે પાછલા કેટલાક મહિનાઓથી બળાત્કાર ગુજારવામાં આવી રહ્યો હતો. આશ્ચર્યની વાત તે છે કે, રેપ કરનાર એક-બે નહીં પરંતુ 400 લોકો છે. પોલીસે આ અંગે કેસ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળી રહેલી માહિતી અનુસાર 16 વર્ષીય સગીરા સાથે 6 મહિનામાં 400 કરતા પણ વધારે લોકોએ બળાત્કાર ગુજાર્યો છે. બીડના એસપી રાજા રામાસ્વામીએ જાણકારી આપતા કહ્યું કે, આ સગીરા પર 400 લોકો દ્વારા બળાત્કાર ગુજાર્યાનો કેસ સામે આવ્યો છે. રામા સ્વામી અનુસાર, આ બધું છેલ્લા 6 મહિનાઓથી ચાલી રહ્યું હતું અને તેમાં પોલીસવાળાઓ પણ સામેલ છે. પોલીસ કર્મચારીઓ પણ સગીરા સાથે રેપ કર્યો હતો.
પીડિતાએ બાળ કલ્યાણ સમિતિના મેજિસ્ટ્રેટને જણાવ્યું કે, ‘અનેક લોકોએ મારા સાથે દૂષ્કર્મ કર્યો છે. ફરિયાદ નોંધાવવા માટે હું અનેક વખત પોલીસ સ્ટેશન ગઈ પરંતુ પોલીસ હંમેશા મારો પીછો કરતી હતી. મારી વાત સાંભળ્યા બાદ પણ દોષિતો વિરૂદ્ધ કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નહીં. તે ઉપરાંત એક પોલીસ કર્મચારીએ પણ મને પ્રતાડિત કરી છે.’
જોકે હવે આ કેસમાં પગલા ભરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં પોલીસે 3 લોકોની ધરપકડ પણ કરી લીધી છે. આ સગીરાના લગ્ન પણ થઈ ચુક્યા છે અને તે 2 મહિનાની ગર્ભવતી છે. તેના નિવેદનના આધાર પર ચાઈલ્ડ મેરેજ એક્ટ, દુષ્કર્મ, છેડતી અને પોક્સો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.