મંગળવાર, 11 મેના રોજ ચૈત્ર મહિનાની અમાસ છે. જેને સતુવાઈ અમાસ પણ કહેવામાં આવે છે. મંગળવારે આ તિથિ હોવાથી તેને ભોમ અમાસ કહેવામાં આવે છે. હિંદુ પંચાંગના 12 મહિનાઓમાં 12 અમાસ આવે છે. અમાસ મહિનાની છેલ્લી તિથિ છે, તેના પછી નવો મહિનો શરૂ થઈ જાય છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે અમાસના દિવસે પિતૃઓ માટે વિશેષ ધૂપ-ધ્યાન કરવું જોઈએ. આ દિવસે કોઈ પવિત્ર નદીમા સ્નાન કરો. સ્નાન કર્યા પછી નદીના પાણીથી સૂર્યને અર્ઘ્ય આપો. નદી કિનારે પિતૃઓના નામથી તર્પણ કરો. આ વખતે કોરોના મહામારીના કારણે અમાસના દિવસે કોઇ તીર્થ કે નદી કિનારે જઈ શકો નહીં તો ઘરમાં જ બધા તીર્થનું ધ્યાન કરો. પાણીમાં ગંગાજળ મિક્સ કરો. બધી નદીઓનું ધ્યાન કરો અને તે જળથી સ્નાન કરો. આવું કરવાથી પણ ઘરમા રહીને તીર્થ સ્નાનનું પુણ્ય મેળવી શકો છો. સ્નાન કર્યા પછી ઘરના મંદિરમાં પૂજા-પાઠ કરો.
