પંજાબના પટિયાલામાં તેના જન્મદિવસ નિમિત્તે ઓનલાઈન ઓર્ડર કરાયેલ કેક ખાધા બાદ 10 વર્ષની બાળકી માનવીનું મૃત્યુ થયું હતું. આ મામલામાં કાન્હા બેકરીના માલિક વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં, માનવી તેના મૃત્યુના કલાકો પહેલા કેક કાપતી અને તેના પરિવાર સાથે ઉજવણી કરતી જોવા મળે છે.
છોકરીના દાદાએ કહ્યું કે તેણે 24 માર્ચે સાંજે 7 વાગ્યે તેનો જન્મદિવસ ઉજવ્યો. તે રાત્રે 10 વાગ્યા સુધીમાં આખો પરિવાર બીમાર પડી ગયો. બંને નાની દીકરીઓને ઉલટીઓ થવા લાગી. સદનસીબે સૌથી નાની પુત્રી પ્રેમન ઉલ્ટી થતાં બચી ગઈ હતી. માનવીની તબિયત બગડતાં તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. પરંતુ બચાવી શકાયો ન હતો. પરિવારના જણાવ્યા અનુસાર કેક ‘કાન્હા’ બેકરીમાંથી મંગાવવામાં આવી હતી.