કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કેન્દ્ર સરકાર એક બિલ પસાર કરવા જઇ રહી છે જેમાં પ્રાણીઓના ઉપયોગ પર પ્રતિબંધ લગાવામાં આવશે. આ વિધેયક પાસ થયા બાદ સર્કસમાં કોઇપણ પ્રાણી જોવા મળશે નહી. સિંહ, વાઘ છેલ્લા ઘણા સમયથી સર્કસ સાથે જોડાયેલા રહ્યાં, જો કે તેના પર પહેલાથી જ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
હવે ઘોડા, ગેન્ડો, હાથી, કુતરા વગેરે પણ સર્કસમાં જોવા મળશે નહીં. આ નિયમ બનાવવા પાછળ છેલ્લા ઘણા સમયથી પશુ કાર્યકર્તાઓની માંગ હતી. આ બિલ પસાર થયા બાદ પ્રાણીઓ સાથે કોઇ દુર્વ્યવહાર નહી થાય અને આ નાની જગ્યા પર રહેવા માટે મજબૂર નહી બને. તેની સાથે કોઇપણ પ્રકારનું પ્રદર્શન દેખાડવું નહીં પડે જેના કારણે તેને દર્દ થાય અને તે પોતાની પ્રાકૃતિક પ્રવૃત્તિ ભૂલી જાય. આ કાનૂન બાદ તે પ્રાણીઓને રાહત મળશે જેમને અસહ્ય દર્દની ટ્રેનિંગમાંથી પસાર થાય છે.
પ્રાણીઓની ગેરહાજરીના કારણે સર્કસનો વેપાર ઓછો થઇ જશે, જેમાં માત્ર માણસો પોતાનું પ્રદર્શન કરતાં જોવા મળશે. જેના કારણે તેની લોકપ્રિયતામાં ઘટાડો જોવા મળશે.