ભારતનું બંધારણ એ દેશનો મૂળભૂત દસ્તાવેજ.તે લેખિત સ્વરૂપનો દસ્તાવેજ છે.તે દેશનાં કાયદા કરતાં ચડિયાતું છે.તેમાં સત્તા પક્ષ અને લોકોના હકો સ્પષ્ટ કરાયા છે.ભારતનું બંધારણ સમવાયતંત્રી હોવા છતાં તે એકતંત્રી છે.
બંધારણસભાની કામગીરી 9 મી ડિસેમ્બર 1946થી શરૂ કરવામાં આવી. બંધારણસભાએ 2 વર્ષ 11 માસ અને 18 દિવસ બાદ 26 નવેમ્બર 1949 ના રોજ બંધારણ પસાર કર્યુ. 26 મી જાન્યુઆરી 1950થી અમલ શરૂ કરવામાં આવ્યો. 2015 માં પહેલી વખત બંધારણીય દિવસ મનાવવામાં આવ્યો હતો. 26 ડિસેમ્બર 1929ના લાહોર અધિવેશનમાં કોંગ્રેસે પૂર્ણ સ્વરાજ માટે લડત આપવાનો ઠરાવ કર્યો હતો .26મી જાન્યુઆરી 1930ના દિવસની સ્વાતંત્ર્ય દિન તરીકે ઉજવવામા આવ્યો.
ભારતનું બંધારણ આમુખથી શરૂ થાય છે.તેનો કાયદેસર અમલ કરાવી શકાય નહીં. છતાં આમુખનું ઘણું મહત્વ છે.તેમાં બંધારણના મૂળભૂત સિધ્ધાંતો અને આદર્શોનું દર્શન થાય છે. બંધારણનું અર્થઘટન કરવામાં આમુખ ઉપયોગી છે.