ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ની ઉત્તર પ્રદેશ સરકારે હાલમાં જ અલ્હાબાદ અને ફૈઝાબાદ જિલ્લાનું નામ બદલી નાખ્યું છે. પાર્ટીના નેતા કેટલાક અન્ય શહેરોના નામ બદલવાની માંગ કરી રહ્યાં છે. ઉત્તર પ્રદેશના પ્રવાસ પર ગયેલ યુવા નેતા હાર્દિક પટેલે કહ્યું કે, જો દેશમાં માત્ર શહેરોના નામ બદલવાથી દેશ સોનાની ચિડીયા બની શકે છે તો હું માનુ છુ કે, 125 કરોડ હિન્દુસ્તાનિયોનું નામ રામ રાખી દેવુ જોઈએ. આ દેશમાં બેરોજગારી અને ખેડૂતોનો એક મોટો પ્રશ્ન છે. આ લોકો નામ અને મૂર્તિઓના ચક્કરમાં છે.
બુધવારે હાર્દિકે કહ્યું કે, આજે ઉત્તર પ્રદેશમાં બેરોજગારીની સમસ્યા ઘણી વધારે છે. હાર્દિકે કહ્યું કે, આજે યુવા રોજગારની ઉણપના કારણે ભટકી રહ્યો છે. અમે તેને સરખું કરવાનું કામ કરશું
રામ મંદિરના મુદ્દા પર વાત કરતાં પટેલે કહ્યું, રામ મંદિર બીજેપી માટે વોટ બેંકનો મુદ્દો છે. અયોધ્યામાં ભગવાન રામનો જન્મ થયો છે પરંતુ અહી તેમનુ મંદિર બન્યું નથી. ગુજરાતના દરેક ગામ-ઘરમાં રામ મંદિર છે. હાર્દિકે સ્પષ્ટ કહ્યું કે, બીજેપી મંદિરનો મુદ્દો જાણીજોઈને ઉછાળી રહી છે. સીબીઆઈ વિવાદ, રાફેલ ડીલ, આરબીઆઈ અને બેરોજગારી જેવા મુદ્દાઓથી ધ્યાન ભટકાવવા માટે બીજેપી પાસે રામ મંદિરનો મુદ્દો છે.