વાહનચાલકો માટે એક ખુશખબર આવ્યા છે. જે વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાઇસન્સ અને આર બુક સહિતના વાહનોના દસ્તાવેજોની વેલિડિટી સમાપ્ત થઇ ગઇ છે તેમની વેલિડિટી ફરી એક વાર વધારવામાં આવી છે. દેશમાં કોરોના સંક્રણણને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે આ લીધો છે. હવે આ 30 જૂન 2021 સુધી વેલીડ રહેશે. માર્ગ અને પરિવહન મંત્રાલયએ આને લઇ આદેશ જારી કર્યો છે.
સરકાર તરફથી જારી આદેશમાં કહેવામાં આવ્યું છે કે એક વાર ફરી તેજીથી ફેલાતા કોરોના વાયરસના સંક્રમણને જોતા નિર્ણય લેવામાં આવ્યો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે આ તમામ સર્ટિફિકેટનું કોરોના હામારી અથવા લોકડાઉનના કારણે એક્સ્ટેન્શન ન થઇ શક્યું અને જે 1 ફેબ્રુઆરી 2020ના રોજ એક્સપાયર થઇ ગયું છે તે હવે 1 જૂન 2021 સુધી માન્ય ગણાશે.
સરકારે અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે આ દસ્તાવેજોને માન્ય માનવા આવે, જેથી પરિવહન સંબંધિત સેવાઓમાં કોઈ મુશ્કેલી ન આવે. માર્ગ અને પરિવહન મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ આદેશનું પાલન કરવા જણાવ્યું છે જેથી નાગરિકો, ટ્રાન્સપોર્ટરો અને તમામ સંસ્થાઓ કે જે આ મુશ્કેલ સમયમાં પણ સેવાઓ પૂરી પાડે છે, તેઓને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
આપને જણાવી દઈએ કે 24 માર્ચ 2020 ના રોજ દેશભરમાં લોકડાઉનની ઘોષણા કરવામાં આવી હતી, ત્યારે માર્ગ અને પરિવહન મંત્રાલયે 30 માર્ચ 2020, 9 જૂન 2020, 24 ઓગસ્ટ 2020 અને 27 ડિસેમ્બર 2020 ના રોજ એડવાઈઝરી જાહેર કરી હતી. જેમાં મંત્રાલયે ગાડીઓના પરમીટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, આરસી, જે 1 ફેબ્રુઆરી 2020 ના રોજ એક્સપાયર થઈ ગયા છે, તેને 31 માર્ચ 2021 સુધી માન્ય રાખવા આદેશ આપ્યા હતા, જેથી જરૂરી સેવાઓ પૂરી પાડવા માટે કોઈપણ પ્રકારની અડચણ ન આવે.
હવે દેશમાં ફરી એક વખત કોરોનાની બીજી લહેર ચાલુ થઇ ગઈ છે, રોજ વધતા કેસોને લઇ મંત્રાલયે આ ડોક્યુમેન્ટ્સની માન્યતાને 30 જૂન 2021 સુધી વધારી દીધી છે.