પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ફોટો મંજૂરી લીધા વગર જ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક એડવર્ટાઈઝમેન્ટમાં દર્શાવવાની ભયંકર મોટી ભૂલ માટે રિલાયન્સ જીઓ માત્ર રૂ. 500ની પેનલ્ટી ભરીને છૂટી જાય તેવી શક્યતા છે. ખાનગી કંપનીની પ્રોડક્ટના પ્રમોશન માટે પ્રધાનમંત્રીનો ફોટો ઉપયોગમાં લેવાતા વિવાદ થયો હતો.ગુરૂવારે ઇન્ફોર્મેશન અને બ્રોડકાસ્ટિંગના મંત્રી રાજ્યવર્ધન સિંઘ રાઠોરે લેખિત જવાબમાં જણાવ્યું હતું કે “જિઓ દ્વારા પ્રધાનમંત્રી મોદીના ફોટોગ્રાફ્સ એડવર્ટાઈઝમેન્ટમાં વાપરવા માટે અગાઉથી કોઈ પીએમ ઓફિસની પરમિશન લેવામાં આવી નહોતી.” સમાજવાદી પાર્ટીના એમપી નીરજ શેખરે જ્યારે સવાલ ઉઠાવ્યો હતો કે, “જિઓના પ્રમોશન માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફોટાનો ઉપયોગ થયાની સરકારને જાણ હતી?” તેના જવાબમાં રાઠોરે જણાવ્યું હતું કે, “હા, સરકારને ખ્યાલ હતો કે જિઓ પ્રધાનમંત્રીના ફોટા એડવર્ટાઈઝમેન્ટમાં ઉપયોગ કરી રહી છે.
ખાનગી ઇન્ડસ્ટ્રીની પ્રોડક્ટના પ્રમોશન માટે પ્રધાનમંત્રીનો ફોટો વાપરવા અંગે વિપક્ષે ગંભીર સવાલ ઉઠાવ્યા હતા. પે-ટીમ દ્વારા પણ નોટબંધી બાદ તેમના ઇ-વોલેટના પ્રચાર માટે પ્રધાનમંત્રીના ફોટોઝનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી કોઈ ખાનગી કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર બની શકે કે નહિ તે અંગે પણ વિપક્ષે સવાલ ઉઠાવ્યા હતા.