મુંબઈ પોલીસે સોમવારે એક સેક્સ રેકેટ ઝડપી પાડ્યું હતું. વિદેશમાં સેક્સ રેકેટ ચલાવાના આરોપમાં સોમવારે ક્રાઈમ બ્રાન્ચે મોહમ્મદ કમાલ શેખ, ટિકૂ દિનેશ રાજ અને ફરીદ ઉલ હક નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં તેમણે અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા હતા.
ક્રાઈમ બ્રાંચના એક અધિકારીએ જણાવ્યું હતું કે, મુંબઈમાં ડાન્સ બાર બંધ છે છતાં પણ ઓર્કેસ્ટ્રાને બહાને હજી પણ હોટલ માલિક પોતાને ત્યાં છોકરીઓને બોલાવે છે. મુંબઈની હોટલ્સમાં નોકરીના બહાને અનેક છોકરીઓના ફોટા લઈને આરોપીઓને મોકલવામાં આવતા હતા. આરોપીઓ આ ફોટા દુબઈ અને ખાડી-દેશોના તમામ શહેરોની હોટલોના માલિકોને મોકલતા હતા. આ હોટલોમાં જે છોકરીઓને પસંદ કરવામાં આવતી હતી તેમનો સંપર્ક કરવામાં આવતો હતો. આ છોકરી વિદેશ જવા સહમતિ આપે એટલે તેમના બેંક ખાતામાં 50 હજાર રૂપિયા પ્રતિ મહિનાના હિસાબે ત્રણ મહિનાના દોઢ લાખ રૂપિયા જમા કરવામાં આવતા હતા.