માઉન્ટ આબુથી પરત ફરતી વખતે મુસાફરો ભરેલી મીની બસ ગઇકાલે સાંજે છિપાવેરી પાસે પલટી ગઇ હતી. જેમાં 15 જેટલા મુસાફરોની ઇજા થઇ હતી. જેઓને ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.
આ અંગેની જાણ થતાં જ પોલીસ 108ની ટીમ સહિત સેવા ભાવિ સંસ્થાઓ મદદે દોડી આવી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે રાજકોટથી માઉન્ટ આબુ મીની બસ નંબર GJ 06 AT 4446 લઇને આવેલા પર્યટકો માઉન્ટ આબુની મજા માણી પાછા ફરી રહ્યા હતા. તે સમયે છિપા વેરી નજીક બસ અચાનક પલટી ગઇ હતી. જેમાં 15 જેટલા મુસાફરોને ગંભીર ઇજા થતાં 108 તેમજ જે-તે વાહનોમાં આબુરોડ ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે ખસેડાયા હતા.