નવી દિલ્હી તા.30 : બજેટ ના બે દિવસ ના પેહલા પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંઘ અને પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમ એ આજે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી હતી,આજે સવારે ભાજપ દ્વારા આક્ષેપ લગાડવામાં આવ્યો હતો કે કિંગફિશર ના મલિક અને ભાગેડુ વિજય માલ્યા ને લોન પ્રાપ્ત કરાવા માટે મનમોહન સિંઘ અને પી.ચિદમ્બરમ દ્વારા મદદ કરવામાં આવી હતી.
ભાજપ ના પ્રવક્તા સુમિતે જણાવ્યું હતું કે અમારી પાસે પૂરતા પુરાવા છે કે મનમોહન સિંઘ અને પી.ચિદમ્બરમ ની મદદ થી જ આ લોન વિજય માલ્યા ને મળી છે અને તેના માટે હું સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ને આ વિષે ચર્ચા પર આવા માટે નિમંત્રણ આપું છુ.
આજ ની પત્રકાર પરિષદ ની હાઇલાઇટ્સ.
– ભારત નું અર્થતંત્ર ખતરા માં છે : મનમોહન સિંઘ
– હાલ ની પરિસ્થિત ની જોતા હું ભાજપ ને આવનાર સમય માટે શુભકામના પાઠવું છુ : પી.ચિદમ્બરમ
– ભારત ની પ્રજા પોતાની જાત ને પૂછે કે ક્યાં છે રોજગાર અને તમને એનો જવાબ મળી જશે : પી.ચિદમ્બરમ
– ભારત ના અર્થતંત્ર પર ઘણા આકરા સંશોધન પછી જે ડેટા સામે આવ્યા છે તેના પરથી સ્પષ્ટ પણે સાબિત થાય છે કે અર્થતંત્ર માં કોઈ સુધાર આવ્યો નથી : પી.ચિદમ્બરમ
– હાલ માં કોઈ રોજગાર નથી અને રૂપિયા ની કિંમત ઘટી રહી છે ભારત નો વિકાસ દર છેલ્લા ઘણા સમય થી નીચો જઈ રહ્યો છે : પી.ચિદમ્બરમ
– દરેક સરકાર આશાવાદી હોય છે પરંતુ આશાવાદ ની સાથે વાસ્તવિકતા ને પણ પારખવી પડે છે : પી.ચિદમ્બરમ
– ભાજપ સરકાર દ્વારા દેશ ના અર્થતંત્ર ને લઇ જે પોકળ વાતો કરી રહી છે તે અમારા દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા ડેટા પછી સ્પષ્ટપણે સાબિત થાય છે
કે અર્થતંત્ર ની ખરી હકીકત શુ છે : પી.ચિદમ્બરમ