ટીમ ઈન્ડિયા અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે પાંચ મેચોની વન ડે શ્રેણીમાં આજે પાંચમો અને છેલ્લો મુકાબલો હતો, જેમાં ભારતે જીત મેળવી છે. ભારતીય બોલરોના સપાટા વચ્ચે વેસ્ટ ઈન્ડિઝ ટીમ માત્ર 31.5 ઓવરમાં તમામ વિકટ ગુમાવી 104 રને ઓલઆઉટ થઈ ગઈ હતી. જ્યાં ભારતે માત્ર 14.5 ઓવરમાં એક ફક્ત 1 વિકેટ ગુમાવીને 105 રન બનાવી શાનદાર જીત મેળવી હતી. આ સાથે ભારતે 3-1 સિરિઝ પણ પોતાના નામે કરી લીધી હતી.
આ મેચમાં ઓપનિંગ કરવા માચે રોહિત શર્મા અને શિખર ધવન મેદાનમાં ઉતાર્યા હતા. આજે ભારતીય બોલરો પુરા જોશમાં હતા. વેસ્ટ ઈન્ડિઝને પહેલો ઝટકો ભુવનેશ્વર કુમારે આપ્યો હતો તો રવિન્દ્ર જાડેજાએ સેમ્યુઅલ્સને 24 રને કોહલીના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ત્યારબાદ વેસ્ટ ઈન્ડિઝની એક બાદ એક વિકેટ લઈને માત્ર 104 રનમાં ઓલ આઉટ કરી દીધા.