ગ્લોબલ પાસપોર્ટ ઈન્ડેક્સના હાલના રેન્કિંગમાં ભારતીય પાસપોર્ટને દુનિયામાં 66 મું સ્થાન મળ્યું છે. આ રેન્કિંગ પાસપોર્ટના વિઝા મુક્ત સ્કોર પર આધારિત હતું. પોતાના પાસપોર્ટ ધારકોને 66 દેશોમાં વગર વિઝાએ પ્રવાસ કરવા માટે ભારતીય પાસપોર્ટનું રેન્કીંગ ગયા વર્ષની તુલનામાં 9 પોઈન્ટ સુધર્યું છે.
આ હાલમાં જ જાહેર કરવામાં આવેલા વાર્ષિક પાસપોર્ટ ઈન્ડેક્સમાં આપવામાં આવેલી વિગતો અનુસાર , સિંગાપોર અને જર્મનીના પાસપોર્ટ દ્વારા 165 દેશોનો પ્રવાસ વિઝા વગર થઈ શકશે. આમ આ દેશોના પાસપોર્ટ સૌથી શક્તિશાળી પાસપોર્ટ બન્યા છે. આ યાદીમાં સૌથી અંતિમ સ્થાન અફધાનિસ્તાનનું છે, જે 22 પોીન્ટ સાથે 91 માં ક્રમે છે.
પાસપોર્ટ ધરાવતા ભારતીયોને આ દેશોમાં વગર વિઝાએ જઈ શકે છે, જેમાં ભૂટાન, ફિજી,કિનિયા,કમ્બોડિયા,ઝિમ્બામ્બે, માલદિવ, ઈન્ડોનેશિયા, મોરેશિયસ,જોર્ડન, ઈથોપિયા,મ્યાનમાર,સોમાલિયા,થાઈલેન્ડ,સેન્ટ લુસિયા,નેપાળ, પલાઉ,જ્યોર્જિયા,રવાન્ડા વગેરે જેવા દેશો છે.