ભારતીય જનતા પાર્ટીએ તેલંગણા વિધાનસભાની ચૂંટણી માટે ગુરુવારે એક ચોંકાવનારી જાહેરાત કરી છે અને કહેવામાં આવ્યું છે કે જો અમારી પાર્ટી સત્તામાં આવશે તો દર વર્ષે એક લાખ લોકોને મફતમાં ગાય આપવામાં આવશે. સાથે સાથે ખેડૂતો માટે બે લાખ રૂપિયા સુધીનું ધિરાણ, સ્નાતકોને મફત લેપટોપ અને દારૂનું વેચાણ પણ નિયમિત કરવા માટેનાં વચન આપવામાં આવ્યાં છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 7 ડિસેમ્બરે વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થશે. આ જાહેરાત પત્ર બીજેપીનાં રાજ્ય ઇકાઈનાં મુખ્ય પ્રધાન કે. લક્ષ્મણે રજૂ કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે પક્ષ સત્તામાં આવશે તો પૈસા અને ઘન આપશે. તેમજ બીજા પ્રલોભન આપતા કહ્યું કે ‘બલાત ધર્મ પરિવર્તન’ ને અટકાવવા માટે પણ તે કાયદો બનાવશે. તેમાં એવું કહેવામાં આવ્યું છે કે ગેરકાયદેસર પ્રવેશ કરનારા લોકોને પાછા મોકલવામાં આવશે.
બીજેપીના આ ઘોષણા પત્રમાં ખેડૂતો માટે કહેવામા આવ્યું છે કે દરેક ખેડૂતને ઉચ્ચ ગુણવત્તાવાળા બીજ અને મફતમાં બોરવેલ અથવા પમ્પસેટ આપવામાં આવશે. સ્નાતક વિદ્યાર્થીઓ માટે મફત લેપટોપ, સાતમાં ધોરણથી 10માં ધોરણ સુધીની છોકરીઓને મફતમાં સાયકલ, જ્યારે સ્નાતક અને તેનાથી ઉપરના અભ્યાસક્રમોમાં ભણતી છોકરીઓને 50 ટકા સબસીડી સાથે સ્કૂટી પણ આપવામાં આવશે. તેમજ 2022 સુધીમાં ગરીબોને મફત ઘરનું પણ વચન આપ્યું છે.