નવી દિલ્હી તા.1 : નાણામંત્રી અરૂજ જેટલી એ આજે બજેટ ની રજુઆત કરી દીધી છે દર બજેટ કરતા આ બજેટ અલગ દેખાઈ રહ્યું છે.આ પહેલું બજેટ છે જે 1 ફેબ્રુઆરી એ રજુ કરવામાં આવ્યું છે.આ બજેટ માં રેલ બજેટ ને પણ સામીલ કરવામાં આવ્યું છે જે 74 વર્ષ માં પેહલી વખત છે.
બજેટ ના રજુ થયા પછી લોકો અને રાજકીય પક્ષ તરફ થી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે.પરંતુ બજેટ પછી સામાન્ય માણસ ને શું ફાયદો મળ્યો છે તેના પર સહુ કોઈ ની નજર છે.આવો તમને જણાવી દઈ કે આ બજેટ તમારી માટે શું ખુશ ખબરી લઇ ને આવ્યું છે.
આ સમયે ટેક્સ માં મળી રહી છે છૂટ.
- આ સમયે નાણામંત્રી એ ટેક્સ આપનાર લોકો પર રહેમદીલી બતાવી છે.વિત્તમંત્રી એ 2.5 લાખ સુધી ની આવક પર ટેક્સ થયુ મુક્તિ આપી છે.જયારે બીજી તરફ 2.5 થી 5 લાખ સુધી ની આવક પર લગતા 10 ટકા ટેક્સ ને ઘટાડી ને 5 ટકા કરી દેવામાં આવ્યો છે.મધ્યમ વર્ગ માટે આ એક ઘણી મોટી અને મહત્વની વાત માનવામા આવી રહી છે.
વ્યાજ દર માં ઘટાડો થશે.
- જો એક્સપર્ટ ની માનવામા આવે તો આ બજેટ પછી વ્યાજ દર માં પણ ઘટડાઓ આવી શકે છે.વાત કરવામાં આવી રહી છે કે બજેટ ના હિસાબ થી સરકારે ઓછું ઉધાર લેવાની વાત કરી છે.જો સરકાર ઓછું ઉધાર કેસે તો તેનો સીધો ફાયદો પબ્લીક ને મળશે જેના કારણે વ્યાજ દર માં ચોક્કસ પણે ઘટાડો થશે.
5 લાખ સુધી ની આવક વાળા ને મોટી રાહત.
- 5 લાખ સુધી આવક ધરાવનાર માટે સરકારે એક મહત્વની જાહેરાત કરી છે જેમાં પાંચ લાખ સુધી ની આવક વાળા ને સરકાર તરફથી કોઈ પણ પ્રકાર ની હેરાનગતિ કરવામાં આવે નહિ અને તેમના દ્વારા કરવામાં આવેલા કોઈ પણ પુરાવા ને સરકાર યોગ્ય ગણશે.
રેલ ટિકિટ બુક કરાવા પર મળશે રાહત.
- નોટબંધી બાદ સરકાર દ્વારા કેશલેસ ની દિશા માં ઘણા મહત્વ પગલાં લઇ રહી છે.ત્યારે અરુણ જેટલી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે આઈઆરસીટીસી દ્વારા બુક કરવામાં આવેલી ટિકેટ પર કોઈ પણ પ્રકાર નો સર્વિસ ટેક્સ વસુલવામાં નહિ આવે જે નિયમત રૂપે પ્રવાશ કરે છે તેની માટે આ એક મહત્વના સમાચાર છે.
ડિજિટલ ટ્રાન્જેકશન
- ડિજિટલ ટ્રાન્જેકશન ને પ્રોત્સાહન આપવા માટે સરકાર મોબાઈલ,જનધન અને આધાર આ સ્કીમ ને લાગુ કરશે.સરકાર નું અનુમાન છે કે 2.5 કરોડ સુધી ડિજિટલ ટ્રાન્જેકશન ની લેવડ દેવળ થશે.તેમજ બીજી તરફ નાના વેપારીઓ માટે કેશ બેક ની સ્કીમ પણ લાગુ કરવા માટે સરકાર વિચાર કરી રહી છે.તેમજ આધાર કાર્ડ થી લેવડ દેવળ કરવા માટે 20 લાખ નવી મશીન લગાડવામાં આવશે.