નવી દિલ્હી તા.1 : આજે નાણામંત્રી અરુણ જેટલી દ્વારા 4 થી વખત બજેટ રજુ કરવામાં આવ્યું હતું નોટબંધી પછી રજુ થનાર બજેટ પર સમગ્ર દેશ ના લોકો ની નજર હોવી સ્વાભાવિક વાત છે.સહુ કોઈ ની આતુરતા નો આજે અંત આવ્યો છે.પરંતુ બજેટ ના રજુ થયા પછી કેટલાક રાજકીય પક્ષ દ્વારા વાતો ઉઠી રહી છે કે આ બજેટ માં મધ્યમ અને નૌકરિયાત ને ધ્યાન માં રાખવામાં આવ્યું છે પરંતુ ગરીબ વર્ગ અને ખેડૂત ની અવગણના કરવામાં આવી છે.
આ સમયે રજુ થનાર બજેટ માં સરકાર દ્વારા કાળાનાણાં ને નાથવાની અને ભ્રસ્ટાચાર ને રોકવાની વાત પર પૂરતું જોર અપાયું છે અરુણ જેટલી એ આજે 3 લાખ થી ઉપર ના ટ્રાન્જેકશન પર બેન ની વાત કહી છે જેના પર થી સ્પષ્ટ પણે સાબિત થાય છે કે કાળાનાણાં ને લઇ હજુ પણ સરકાર સતર્કતા દાખવી રહી છે.
રજુ બજેટ માં જેટલીએ નાના ઉદ્યોગ તેમજ વિવિધ કલ્યાણ યોજના માટે નાણાં ની ફાળવણી કરી છે.જયારે 3.2 ટકા જીડીપી ના નાણાકીય ખાદ્ય માટે ની ફાળવણી ની જાહેરાત કરી છે.નાણામંત્રી અરુણ જેટલી દ્વારા રજુ કરવામાં આવેલા ચોથા બજેટ માં સહુથી મોટો ઝટકો રાજકીય પક્ષ ને મળ્યો છે તેમને કરેલી જાહેરાત માં જણાવ્યું હતું કે કોઈ પણ રાજકીય પક્ષ કેસ માં માત્ર 2000 સુધી નું ફંડ સ્વીકારી શકશે.
બજેટ માં શું થઇ છે મહત્વની જાહેરાત અને શું ફરક આવશે.
- હાલ જે બજેટ રજુ કરવામાં આવ્યું છે તેનો મેન એજંડા કાળાનાણાં ને નાથવા માટેનો છે.અરુણ જેટલી એ આજે 3 લાખ થી ઉપર ની રાશિ નીકાળવાના પ્રતિબંધ તે વાત સ્પષ્ટ પણે સાબિત થઇ છે.2017-18 ના બજેટ માં કુલ 21 લાખ કરોડ નો સમાવેશ કરવામાં આવ્યો છે.જેમનો 25 ટકા મૂડી રોકાણ માં જશે.
- નાણામંત્રી એ આડકતરી રીતે એ પણ જાહેર કર્યું છે દેશ માંથી ભાગેડુ લોકો ની મિલકત પર સકંજો કશવા માટે કડક કાયદાની જોવાઈ કરવામાં આવશે.તેમને વધુ માં જણાવ્યું હતું કે નોટબંધી ના કારણે દેશ ના અર્થતંત્ર માં ચોક્કસ પણે સુધાર આવશે અને તેના કારણે પડી રહેલી વિપદા ની અસર આગામી વર્ષ સુધી માં દૂર થઇ જશે.
- અન્ય રાહતો આપતા તેમને ગરીબો માટે પોસાય તે ભાવ માં ઘર આપવાની જાહેરાત કરી હતી.સાથે દેશ માં રોજગારી ની તક માં વધારો થશે તેવું આશ્વાશન આપ્યું છે.સાથે તેમને આવતા વર્ષ ના બજેટ માં સંરક્ષણ તેમજ કૃષિ ક્ષેત્ર ના બજેટ માં 10 ટકા સુધી નો એટલેકે 2.74 લાખ કરોડ વધારો કરવાની જાહેરાત કરી છે.
- નાણામંત્રી એ પરોક્ષ રીતે લાગતા ટેક્સ સાથે વધુ કોઈ છેડછાડ કરી નોહતી પરંતુ તેમની જાહેરાત બાદ માનવામા આવી રહ્યું છે કે સિગારેટ,બીડી,પણ મસાલા અને કાજુ જેવી વસ્તુ માં ભાવ વધી શકે છે.
- આ બજેટ વ્યક્તિગત કર દાતા છે જેની આવક માં 2.5 થી 5 લાખ સુધી ની છે તેના પર લગતા ટેક્સ ને 10 ટકા થી ઘટાડી ને 5 ટકા કરી દેવામાં આવ્યો છે જયારે 50 લાખ થી 1 કરોડ સુધી ની આવક ધરાવતા લોકો પર કોઈ ટેક્સ ની રાહત કરવામાં આવી નથી.તેમજ જેની આવક વધુ પ્રમાણ માં ઉંચી છે તેના પર પણ ટેક્સ માં કોઈ છૂટ આપવામાં આવી નથી.
- 74 વર્ષ માં આ પેહેલી વખત હશે કે જેમાં સામાન્ય બજેટ ની સાથે રેલ બજેટ ને રજુ કરવામાં આવ્યું છે.રજુ બજેટ માં રેલવે ને 20 ટકા સુધી ના વધારા ની જાહેરાત નાણામંત્રી દ્વારા કરવામાં આવી છે
- અરુણ જેટલી એ બજેટ રજુ કરવાના સમયે નિવેદન આપતા જણાવ્યું હતું કે ” આ સમયે સર્વિસ અને એક્સાઇઝ ટેક્સ માં કોઈ પણ પ્રકાર નો ફેરફાર કરવામાં નહિ આવે જયારે નવી ટેક્સ નીતિ ગુડ્સ અને સર્વિસ ટેક્સ ના લાગુ થયા પછી તેમાં આંશિક ફેરફાર આવી જશે ” તેમને વધુ માં જણાવ્યું હતું કે જેટલા પણ અટવાયેલા મુદ્દાઓ છે તે જીએસટી ના લાગુ કર્યા પછી હાલ કરી લેવામાં આવશે.