પીવાનાં પાણીની મુશ્કેલી માટે ટેલીફોન હેલ્પ લાઇને ની મદદ લઈ શક્શે. ટોલ ફ્રી નંબર 1916 રહેશે
કચ્છ જિલ્લાના નાગરિકો ગ્રામીણ વિસ્તારમાં પીવાનાં પાણીની મુશ્કેલી, સમસ્યા હોય તો હવે ટેલીફોન હેલ્પ લાઇને ની મદદ લઈ શક્શે. આ માટે ટોલ ફ્રી નંબર 1916 રહેશે તેમ કાર્યપાલક ઇજનેર જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ ભુજ કચ્છની યાદીમાં જણાવાયું છે. ગુજરાત રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં પેયજળપાણી પુરવઠા બોર્ડ દ્વારા વિતરણ કરવામાં આવી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં પીવાનાં પાણીની ઉપલબ્ધિ બાબતે ઉદ્ભવતી મુશ્કેલી નિવારવા તેમજ પેયજળ પાઇપલાઇન મારફત નિયમિત મળતું રહે તે હેતુસર રાજ્ય કક્ષાએ કન્ટ્રોલરૂમ કાર્યરત છે.