આવતીકાલથી 3 દિવસ માટે બેન્ક બંધ રહેશે. ખરેખર, ગુરુ નાનક જયંતિ 23 નવેમ્બરે છે. જેના કારણે બેંકો બંધ છે. ત્યાર બાદ, 24 તારીખે મહિનાનો ચોથો શનિવાર હોવાને કારણે બેંકોમાં રજા હશે. રવિવારે તો બેંકમાં રજા જ હોય છે. તેથી આ અઠવાડિયાના અંતમાં ત્રણ દિવસ માટે બેંક બંધ રહેવાના કારણે લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. એટીએમમાં રોકડની સમસ્યા હોઈ શકે છે, તેથી આજે તમારા બેંક સંબંધિત તમામ કામ પૂરા કરી લો. બેંક બંધ દરમિયાન તમે ડિઝિટલ ટ્રાન્ઝેકશનનો લેવડ-દેવડ માટે ઉપયોગ કરી શકો છો. બેંક 23-25 નવેમ્બર સુધી બંધ રહેશે.
મુંબઇ, નવી દિલ્હી, હૈદરાબાદ, રાયપુર, રાંચી, શ્રીનગર, દેહરદૂન, જમ્મૂ, કાનપુર અને લખનઉમાં ઇદ-એ-મિલાદ અને ગુરુનાનક જયંતિ બન્ને રજાઓ હશે એટલે બેંક ત્રણ દિવસ બંધ રહેશે.
નવેમ્બર પહેલા અઠવાડિયામાં લાંબી છુટી રહી હતી. સાત નવેમ્બરે દિવાળી, આઠ નવેમ્બરે ગોવર્ધન પૂજા અને નવ નવેમ્બરે ભાઇબીજની રાજાઓને કારણે બેંક બંધ રહી. ત્યા 10 નવેમ્બરે બીજો શનિવાર અને 11 નવેમ્બરે તો રવિવાર હોવાને કારણે બેંકમાં પાંચ દિવસ રજાઓ હતી.