નવી દિલ્હી તા.2 : પંજાબ અને ગોવા માં આજે ચૂંટણી પ્રચાર અભિયાન નો અંત આવી ગયો છે,ભાજપ શાસિત શિરોમણી માં અકાલી દળ ને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા આ સમયે સખત સ્પર્ધા મળે તેમ છે.આ બની રાજ્યો માં ચૂંટણી 7 ફેબ્રુઆરી ના દિવસે યોજાનારી છે અને તેનું પરિણામ 11 માર્ચ ના દિવસે સામે આવશે.
ગોવા માં લક્ષ્મીકાંત પરિકર ભાજપ ને દોરી રહ્યા છે જેમાં તેમને આમ આદમી પાર્ટી નો સામનો કરવો પડશે.જયારે કોંગ્રેસ અને શિવ સેના આ સમયે બિનસત્તાવાર રીતે એક થઇ ને ભાજપ ની સામે ઉભા છે.ગોવા માં ભાજપ ને એક ઝટકો મળી ગયો છે ચૂંટણી ના થોડા સમય પેહલા જ મહારાષ્ટ્રવાદી ગોમનાટક પાર્ટી એ ભાજપ ની સાથે છેડો ફાડી ને શિવ સેના નું દામન પકડી લીધું છે.
ગોવા અને પંજાબ ની ચૂંટણી વિષે શું છે જાણવા જેવું.
- પંજાબ માં 117 સીટ પર ચૂંટણી લડાનાર છે. જેમાં બધા જ રાજકીય પક્ષએ પંજાબ ની ચૂંટણી માટે ખેડૂતો ની આત્મહત્યા અને ડ્રગ્સ ના દુષણ ને મુખ્ય રાજનીતિક મુદ્દો બનાવ્યો છે.
- જયારે કોંગ્રેસ એ અમરિન્દર સિંઘ ને પંજાબ ના સીએમ ઉમ્મેદવાર તરીકે જાહેર કરી દીધા છે.અને રાહુલ ગાંધી એ પુરા આત્મવિશ્વાસ સાથે આ વાત ને સમર્થન આપી દીધું છે.અમરિન્દર સિંઘ આ સમયે પંજાબ ના પટિયાલા લાંબી ની સીટ થી ઉભા છે.અમીરન્દર સિંઘે હાલ ના પંજાબ ના મુખ્યમંત્રી બાદલ સિંઘ ને માત આપવા માટે પૂરતી રણનીતિ ઘડી લીધી હોવાનો દાવો કરી દીધો છે.
- જયારે આમ આદમી પાર્ટી દ્વારા જરાનિલ સિંઘ ને હુકમ ના એક્કા તરીકે પંજાબ માં ઉતારાયા છે જરાનિલ સિંઘ પેહલા પત્રકાર અને પછી રાજકારણ માં આવ્યા અને તે પેહલા પણ તેમના ભૂતકાળ માં પી ચિદમ્બરમ પર જૂતા ફેંકવાને લઇ વિવાદ માં રહેલ છે.
- કોંગ્રેસ માટે હાલ સહુ થી મહત્વ ના ગણાતા એવા નવજોત સિંહ સિદ્ધુ ભાજપ માંથી છેડો ફાડી ને પંજાબ ના યુદ્ધ મેદાન માં ઉતરી ગયા છે.સિદ્ધુ કોંગ્રેસ માં જોડાતા પેહલા આમ આદમી સાથે જોડાવાની વાતે ઘણું જોર પકડ્યું હતું.જયારે તે કોંગ્રેસ માં જોડાયા ત્યારે તેમને કીધું હતું કે હું જન્મજાત કોંગ્રેસી છુ.સિદ્ધુ ના આ સમયે પંજાબ ના હરીફ આપ ના સારૉબજિત સિંઘ અને ભાજપ ના રાજેશ હાનિ છે.
- જયારે પંજાબ ના હાલ મુખ્યમંત્રી બાદલ સિંઘ જલાલાબાદ થી પોતાની ઉમ્મેદવારી નોંધાવી રહ્યા છે.જલાલાબાદ ની સીટ પર થી તેમને આમ આદમી પાર્ટી ના ભાગવત મંત કોંગ્રેસ ના રણવિત સિંઘ નો સામનો કરવો પડે તેમ છે.
- જો ગોવા ની વાત કરવામાં આવે તો 40 સીટ પર થી ચુનાવી જંગ લઢવામાં આવશે જેમાં સમયે ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિકોણિયો જંગ છેડાશે.
- ગોવા માં ભાજપ નો મેન અજેન્ડા પર નજર કરવામાં આવે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ મનોહર પરિકર ને આગળ પડતા કર્યા છે.ભાજપ ના કેહવા પ્રમાણે ગોવા ના લોકો ઈચ્છે છે કે મનોહર પરિકર ફરી ગોવા ના મુખ્યમંત્રી બને પરંતુ સત્તાવાર રીતે પાર્ટી દ્વારા આના પર કોઈ પણ પ્રકાર નું નિવેદન પાવામાં ણથી આવ્યું.
- જયારે આમ આદમી પાર્ટી એ એલ્વિસ ગોમ્સ ને મુખ્યમંત્રી તરીકે ના ઉમ્મેદવાર નક્કી કર્યા છે જે આના પેહલા મુખ્યમંત્રી ના ખાસ અને નજીક ના સલાહકારો માંથી એક હતા.જેમાં આમ આદમી નો મેન એજંડા પાર્ટી ની સ્વચ્છ છબી હોવાનું મનાઈ રહ્યું છે.
- આ બંને રાજ્યો માં આજ સાંજ 5 વાગ્યા થી આચારસહિંતા લાગુ કરવામાં આવી દીધી છે જેમાં કોઈ પણ પ્રકાર ની જાહેરાત ટીવી,રેડીઓ કે અન્ય કોઈ પણ પ્રકાર ના પ્રસારણ માધ્યમ પર ચૂંટણી પંચ દ્વારા પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો છે.