તેલંગાણામાં કોંગ્રેસની ટીઆરએસ સામે કારમી હાર થાય તેવો ટ્રેન્ડ વિધાનસભાની મતગણતરીમાં જોવા મળી રહ્યો છે ત્યારે હવે કોંગ્રેસને ઈવીએમ પર શંકા ગઈ છે.
અન્ય રાજ્યોમાં જ્યાં કોંગ્રેસ આગળ છે ત્યાં ઈવીએમમાં કોઈ ખામી કોંગ્રેસને દેખાઈ નથી પણ તેલંગાણામાં કોંગ્રેસના નેતા ઉત્તમ કુમાર રેડ્ડીએ નિવેદન આપ્યુ છે કે અમને ઈવીએમ પર શંકા છે. તેમણે કહ્યુ છે કે વીવીપેટ પેપર ટ્રેલ્સની 100 ટકા મતગણતરી ફરી કરવામાં આવે.દરેક વિધાનસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવારો રિટર્નિગં ઓફિસર સમક્ષ આ માટે માંગ કરે.
રાજશેખર રેડ્ડીની પ્રાદેશિક પાર્ટી ટીઆરએસને સંપૂર્ણ બહમતિ જ નહીં પરંતુ બમ્બર સીટો મળી છે. કોંગ્રેસની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. 119 સીટમાંથી ટીઆરએસને 89 સીટ મળી છે જ્યારે કોંગ્રેસ-યુતિને 20 સીટથી જ સંતોષ માનવો પડ્યો છે. કોંગ્રેસની ગઈ વિધાનસભામાં 44 સીટ હતી જે ઘટીને 20 પર આવી પહોંચી છે. એઆઈએમના અકબરુદ્દીન ઔવેસી પણ ચૂંટણી જીત્યા છે.