ટેક્સ અધિકારી ટૂંકમાં જ એ ફર્મો પાસે પહોંચી શકે છે જેઓએ ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ (જીએસટી) માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું પરંતુ રિટર્ન નથી ભર્યું અથવા ટેક્સ ચૂકવવામાં નિષ્ફળ રહી છે. ઈનડાયરેક્ટ ટેક્સ ઓથોરિટીસ જીએસટીના અંતર્ગત આવનારા ટેક્સપેયર્સના ગાયબ થવાની તપાસ શરૂ કરવામાં આવી રહી છે. એમાં એવી ફર્મોના પિરસરોની વિઝિટ કરવાનો પણ સમાવેશ થાય છે.
એક સરકારી અધિકારીએ જણાવ્યું કે અનેક રજિસટર્ડ ટેક્સપેયર્સના ગાયબ થવાને લઈને ચિંતા વધી રહી છે. એની સાથે જ મોટી સંખ્યામાં એવા મામલા પણ સામે આવ્યા છે કે જેમાં ઈનપૂટ ટેક્સ ક્રેડિટ ક્લેમ કરવા માટે નકલી ઈનવોઈસનો ઉપયોગ કરાયો હતો. ટેક્સ ઓથોરિટીસ શરૂઆતમાં રજિસ્ટર્ડ પરિસરોની પૃષ્ટિ કરશે અને ટેક્સથી બચવાનો ખુલાસો થવા પર તપાસનો દાયરો વધારી શકાય છે.
કર્ણાટકે એવું અભિયાન શરૂ કર્યું છે કે અન્ય રાજ્યો પણ આ પ્રકારના પગલાં લઈ શકે છે. કેમકે કલેક્શન એક મહિનામાં ૧ લાખ કરોડ રૂપિયાથી ઓછું રહ્યું છે. નવેમ્બરમાં જીએસટી કલેક્શન ઘટનીને ૯૭,૬૩૭ કરોડ રૂપિયા રહ્યું હતું, જ્યારે ઓક્ટોબરમાં તેણે એક લાખ કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો હતો