જમ્મુ કાશ્મીર તા.2 : ભારે હિમવર્ષા ના કારણે 20 જવાન નો શાહિદ થાય હતા,જેને લઇ નવો ખુલાસો થયો છે જેમાં હવામાન ખાતા ના અધિકારી એ જણાવ્યું હતું કે અમે જવાનો ને પેહલા થી જ ચેતવી દીધા હતા.થોડા સમય પેહલા થયેલા હિમસ્ખલન માં 20 જવાન પેકી એક જવાન ગોધરા નો પણ હતો.આ હિમસ્ખલન જમ્મુ કાશ્મીર ના સોનમર્ગ અને ગુરેઝ માં થયી હતી.
જયારે એક તરફ ભારતીય વાયુ સેના નું કેહવું છે કે તેમને ફરજ પર ના જવાનો ને પેહલાથી જ ચેતવી દીધા હતા કે ભારે પ્રમાણ બરફ વર્ષા થઇ રહી છે અને જેના કારણે હિમસ્ખલન થવા ની પુરી શક્યતા છે.હવામાન ખાતા ના અધિકારી એ જણાવ્યું હતું કે ” હિમસ્ખલન થવા ની પાછળ ઘણા બધા કારણો હોય છે અને હિમસ્ખલન વિષે અનુમાન કરી શકાય છે.પરંતુ તે કેવું શક્ય નથી કે તે ક્યાં સમયે અને વિસ્તાર માં આવી શકે છે.અમે જે રીતે અનુમાન લગાવી ને તરણ કાઢીયે છે તેની સાથે જ અમે હિમસ્ખલન વિસ્તાર ની આજુબાજુ માં રહેલા લોકો ને ચેતવી દઈ છે,અને સેનાએ ના કેમ્પ પર થયેલા હિમસ્ખલન ના સમયે અમે સેનાએ ના જવાનો ને ચેતવ્યા હતા.”
તેમને વધુ માં જણાવ્યું હતું કે ” હિમસ્ખલન નું તારણ હિમવર્ષા ના આધારે નીકાળવામાં આવે છે અને જે પ્રકારે હિમવર્ષા થાયે છે તેના પર થી અમે લોકો ને ચેતવણી આપી દઈ છે પરંતુ તે કેહવું ઘણું મુશ્કેલ છે કે ક્યા સમયે હિમસ્ખલન તેની આકરું સ્વરૂપ ધારણ કરશે “
હવામાન ખાતાએ જવાન ને આપેલી ચેતવણી.
હવામાન ખાતા ના અધિકારીએ વધુ માં જણાવતા કહયું હતું કે ” વધુ માહિતી હું મીડિયા સમક્ષ નથી આપી શકતો કેમકે મને પણ એક સત્તા સુધી માહિતી આપવાનો અધિકાર છે.પરંતુ તમને જણાવી દઉં કે હિમસ્ખલન ક્યાં સમયે થશે તે જાણવું શક્ય નથી પણ અમને વિસ્તાર ની માહિતી ચોક્કસ પણે હોય છે અને જે રીતે મારી પાસે જે માહિતી તે સમયે હતી મેં જવાન ને ચેતવણી આપી દીધી હતી અને તે છતાં પણ તેમને આની અવગણના કરી “