ગોવા તા.1 : થોડા સમયે પેહલા એક ચૂંટણી પ્રચાર દરમિયાન સંરક્ષણ પ્રધાન મનોહર પારિકરે એક નિવેદન આપતા જણાવ્યું હતું કે તમે ગમે તે રાજકીય પાર્ટી પાસે થી પૈસા લો તેને લઇ મને કોઈ વાંધો નથી પરંતુ તે પૈસા લઇ ને તમે ભાજપ ને જ વોટ આપો.તેમના આ નિવેદન પછી તે લગભગ થોડા ઘણા મુશ્કેલી માં મુકાઈ ગયા હોય તેમ લાગી રહ્યું છે.
શુક્રવારે ઈલેક્સન કમિશને સંરક્ષણ પ્રધાન મનોહર પારિકર પાસે લાંચ ના મુદ્દા પર જવાબ માંગ્યો અને તેના પર ખુલાસો કરવા અંગે પણ જણાવ્યું હતું.તેમને પણજી માં એક નાની રેલી ને સંબોધી હતી તેમાં એક વિવાદિત નિવેદન આપતા જણાવ્યું હતું કે ” હું જાણું છુ કે કોઈ પણ સભા માં લોકો આવવા માટે 500 રૂપિયા કે છે અને તેનાથી મને કોઈ પણ જાત ની આપતી નથી પરંતુ તમે જેના પાસે થી પણ પૈસા લો વોટ તો ભાજપ ને જ આપો “
કઈ આ પ્રકાર નું નિવેદન દિલ્લી ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ આપ્યું હતું જેના બાદ ઈલેક્સન કમિશન દ્વારા સ્થાનિક પોલીસ ને કેજરીવાલ વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનું જણાવ્યું હતું.
કેજરીવાલે કે નિવેદન આપતા જણાવ્યું હતું કે ” જો તમને કોંગ્રેસ કે ભાજપ દ્વારા પૈસા આપવામાં આવે તો તેને નકાર સો નહિ પરંતુ જયારે વોટ આપવાનો વારો આવે ત્યારે તમે આમ આદમી પાર્ટી ના ચિન્હ વાળા બટન ને દબાવજો “
આ પ્રકાર ના નિવેદન પછી ઈલેક્સન કમિશન દ્વારા જણાવ્મા આવ્યું હતું કે જો કેજરીવાલે આ પ્રકાર નું નિવેદન આપ્યું છે તો તે બચી નહિ શકે અને તેમની વિરુધુ માં કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે અને તેજ પ્રકાર કાર્યવાહી પારિકર ની વિરુદ્ધ માં પણ કરાશે.