ચેન્નઈની એક સગીરાનાં લગ્ન તેની માતાએ જબરજસ્તીથી પોતાના બોયફ્રેન્ડ સાથે કરી દીધા છે. આ સગીરાને વીસ દિવસ સુધી અજ્ઞાત જગ્યાએ પુરી રાખીને તેના પર અનેક વાર બળાત્કાર ગુજારવામાં આવ્યો. ચાઇલ્ડલાઇનમાં એક અજ્ઞાત ફોન બાદ સગીરાને બચાવી લેવાઈ હતી. સગીરા નાની હતી ત્યારે તેના પિતાનું મૃત્યુ થયું હતું.
શુક્રવારે રાત્રે ચાઇલ્ડલાઇનની હેલ્પલાઇન ૧૦૯૮ ઉપર એક ફોન આવ્યો હતો. ફોન કરનારાએ ચાઇલ્ડલાઇનના અધિકારીને ઘટનાની જાણ કરાયા બાદ ચાઇલ્ડલાઇનના કાઉન્સેલર્સ એન. નીલનકરાઈ પોલીસ ફોન કરનારાએ જણાવેલાં ઠેકાણાં પર પહોંચ્યા હતા, ત્યાંથી સગીરાને બચાવાઈ હતી.
સગીરાએ જણાવ્યું હતું કે તે નાની હતી ત્યારે તેના પિતાનું મૃત્યુ થઈ ગયું હતું અને એ પછી તેની માતાના એક સ્થાનિક રહીશ રાજશેખર સાથે સબંધ બંધાયા હતા. છોકરીએ જણાવ્યું કે રાજશેખરે તેની માતાને જણાવ્યું હતું કે તે મારી સાથે લગ્ન કરવા માગે છે. દીકરી સાથે લગ્ન કર્યા બાદ પણ માતા સાથે સંબંધ ચાલુ રાખશે અને અમને આર્થિક મદદ કરતો રહેશે એમ તેણે જણાવ્યું હતું. તેણે મારી માતા ઉપર લગ્ન માટે દબાણ કરવા માંડયું પણ હું એ લગ્ન કરવા માગતી ન હતી.આ ઉપરાંત તેણે જડણાવ્યું હતું કે એક દિવસ હું ટયૂશન જઈ રહી હતી ત્યારે ત્રણ શખ્સો મને કારમાં જબરજસ્તી ઉઠાવી ગયા. એક ગામમાં ગોંધી રાખી મારી સાથે રાજશેખરે જબરજસ્તીથી લગ્ન કરી દીધાં. એ લગ્નમાં મારી માતા હાજર હતી, એ બાદ મારા ઉપર ૨૦ દિવસ સુધી બળાત્કાર કરાયો.