મુંબઈ જાન્યુઆરી તા.30 : આસારામ બાપુ ની મુશ્કિલ નો કોઈ અંત આવતો હોય તેમ લાગતું નથી નાબાલિક સાથે બળાત્કાર અને યૌનશોષણ ના કેસ માં જેલ માં બંધ આસારામ પર વધુ એક મુસીબત નો પહાડ તૂટી પડ્યો છે.કોર્ટ દ્વારા તેમના પર એક લાખ નો દંડ ફટકાર્યો છે આસારામ જાણે જેલ માંથી બહાર નીકળવા માટે શામ દામ દંડ ભેદ વાળી કરી રહ્યા હોય તેમ લાગે છે.
તેમના પર આક્ષેપ હતો કે જમાનત ની અરજી મેળવવા માટે તેમને નકલી મેડિકલ પુરાવા બનાવી ને કોર્ટ સમક્ષ રજુ કરો હતો જેના બાદ કોર્ટે આસારામ પર લાલઆંખ કરી હતી અને તેની સાથે જ રાજસ્થાન સરકાર ને આદેશ આપવામાં આવ્યો છે કે તે આ મામલા પર કેસ દાખલ કરે.
8 નવેમ્બર 2016 ના દિવસે જોધપુર જેલ ના સુપ્રિટેન્ડેન્ટ દવારા એક લેટર આપવામાં આવ્યો હતો જેમાં જણાવાયું હતું કે આસારામ ની તબિયત માં સારી નથી પરંતુ થોડા સમય પછી રાજસ્થાન સરકારે કોર્ટ ને જણાવ્યું હતું કે તે લેટર અસલી નહોતો.જેના બાદ આસારામે પણ આ વાત ને કબુલ કરી હતી કે તે લેટર સાચો નહોતો અને તેમને કોર્ટ સમક્ષ આના માટે માફી પણ માંગી હતી.આસારામ ને જેલ માં આજે 3 વર્ષ થઇ ચુક્યા છે અને આના પેહલા પણ તે તબિયત નું બહાનું કરી ને ઘણી વખત જામીન માટે અરજી કરી ચુક્યા છે પરંતુ કોર્ટ દ્વારા કોઈ પણ જાત ની દયાભાવના દેખાડવામાં આવી નથી.