ઊર્જિત પટેલે RBI ના ગવર્નર પદેથી રાજીનામુ આપી દેતા સરકારની ચિંતા વધી ગઈ છે. જો કે, સરકારના આર્થિક મામલાના સચિવના જણાવ્યા અનુસાર આજે જ નવા ગવર્નરના નામનો નિર્ણય થઇ જશે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અત્યારે ગવર્નરની રેસમાં શક્તિકાંત દાસનું નામ ભારે ચર્ચામાં છે
જ્યાં સુધી આ પદ ઉપર પૂર્ણકાલીન વ્યક્તિની નિમણુંક નહિ થાય ત્યાં સુધી સરકાર દ્વારા પદમાનિત કોઈ વ્યક્તિ આ થોડા સમય સુધી આ હોદ્દો શોભાવશે. સરકારે નવા ગવર્નરની શોધ માટેની કમિટીની રચના કરી દીધી છે અને આરબીઆઇના ડેપ્યુટી ગવર્નર કમિટી સમક્ષ તેમની દાવેદારી રજુ કરી શકે છે
હાલના તબક્કે જે ચાર મહાનુભાવો આ રેસમાં આગળ ચાલી રહ્યા છે તેમાં – આરબીઆઇના ચાર ડેપ્યુટી ગવર્નર્સનો જ સમાવેશ થાય છે. જેમાં એનેઅસ વિશ્વનાથ, બીપી કાનૂન્ગો, વિરલ આચાર્ય અને એમકે જૈનનો સમાવેશ થાય છે. આ પૈકીના એનેઅસ વિશ્વનાથ સૌથી વરિષ્ટ છે.