Dinga Dinga Disease: ડિંગા ડિંગા શું છે? યુગાન્ડામાં ફેલાયેલા આ રોગે તબીબોનું ટેન્શન વધાર્યું, જાણો આ રોગ વિશે વધુ…
Dinga Dinga Disease: કોરોના મહામારી બાદ વિશ્વભરમાં આરોગ્યને લઈ અનેક પ્રકારની જાગૃતિ આવી છે અને મેડીકલ ક્ષેત્રમાં ખાસ્સો એવો ઉછાળો પણ આવ્યો છે ત્યારે હવે એક નવા પ્રકારના રોગે દેખા દીધી છે. આ રોગને ડિંગા ડિંગા તરીકે ઓળખવામાં આવે છે.
Dinga Dinga Disease યુગાન્ડામાં ‘ડિંગા ડિંગા’ નામનો રોગ, (જેનો અનુવાદ ‘નૃત્યની જેમ ધ્રુજારી’) થાય છે, તે વધી રહ્યો છે, જેના કારણે રહેવાસીઓ અને ડોકટરો બંને રોગ સામે બાથ ભીડવાના રસ્તાઓ શોધી રહ્યા છે.
યુગાન્ડાના બુંદીબુગ્યો જિલ્લામાં આ રહસ્યમય સ્થિતિએ મોટાભાગે મહિલાઓ અને યુવતીઓને અસર કરી છે, જેના કારણે શરીર બેકાબૂ ધ્રુજારી અને ચાલવામાં તકલીફ પડી રહી છે.
ડિંગા ડિંગાના લક્ષણો શું છે
ડિંગા ડિંગાથી પીડિત લોકો વિવિધ લક્ષણોની જાણ કરે છે. તેમાંથી સૌથી વધુ ચિંતાજનક છે શરીરની વધુ પડતી ધ્રુજારી જે નૃત્યની ગતિવિધિઓ જેવી જ છે. આ સાથે, લોકો તાવ, અતિશય નબળાઇ અને કેટલાક કિસ્સાઓમાં, લકવોગ્રસ્ત સ્થિતિમાં પીડાય છે.
સ્થાનિક મીડિયાના અહેવાલો મુજબ, કેટલાક લોકો એવું પણ કહે છે કે અસરગ્રસ્ત લોકો માટે ચાલવું લગભગ અશક્ય બની જાય છે, કારણ કે તેમના શરીર અનિયંત્રિત રીતે ધ્રુજે છે.
પેશન્સ કટુસીમે નામના દર્દીએ મીડિયા સાથે પોતાનો અનુભવ શેર કર્યો:
“હું નબળાઈ અનુભવું છું અને લકવો થઈ ગયો છું, જ્યારે પણ હું ચાલવાનો પ્રયત્ન કરું છું ત્યારે મારું શરીર અનિયંત્રિત રીતે ધ્રુજતું હતું. આ ખૂબ જ પરેશાન કરી રહ્યું છે.”
આ જિલ્લો અત્યાર સુધી યુગાન્ડાના બુંદીબુગ્યો જિલ્લા સુધી સીમિત છે. અત્યાર સુધીમાં લગભગ 300 કેસ નોંધાયા છે. કોઈ જાનહાનિ નોંધવામાં આવી નથી, અને આરોગ્ય અધિકારીઓ માને છે કે આ સ્થિતિની સારવાર એન્ટીબાયોટીક્સથી કરી શકાય છે.