Vitamin D deficiency : દેશના દરેક પાંચમાં વ્યક્તિને વિટામિન ડી ની ઊણપ, ડૉક્ટરોનો ચેતવણીભર્યો ઈશારો – હાલ સુધારો કરો નહીં તો આખું શરીર સંક્રમિત થઈ શકે!
Vitamin D deficiency : વિટામિન ડી જેવી એક મહત્વપૂર્ણ પોષક તત્ત્વની ઊણપ હવે ભારત માટે મોટી ચિંતાનો વિષય બની ગઈ છે. હાલમાં ICRIER અને ANVKA ફાઉન્ડેશનના સંયુક્ત અભ્યાસમાં ખુલાસો થયો છે કે ભારતમાં દરેક પાંચમો વ્યક્તિ વિટામિન ડીની ઊણપથી ગંભીર રીતે પીડાઈ રહ્યો છે. ડૉક્ટરોનું કહેવું છે કે જો આ દિશામાં તરત પગલાં ન લેવાય, તો તે આખા શરીર પર નકારાત્મક અસર કરી શકે છે.
શું છે વિટામિન ડીનું મહત્વ?
વિટામિન ડી એ એવું વિટામિન છે જે શરીરમાં કેલ્શિયમ અને ફોસ્ફેટ શોષવા માટે જરૂરી છે. તે માત્ર હાડકાંની મજબૂતી માટે જ નહીં પરંતુ સ્નાયુઓ, ચેતાતંત્ર અને રોગપ્રતિકારક શક્તિ માટે પણ મહત્વપૂર્ણ છે. એની ઉણપના લીધે ચિંતા, હતાશા, થાક અને નબળાશ જેવી સમસ્યાઓ પણ ઊભી થાય છે. વધુમાં, એને કારણે ચેપી રોગોનો ખતરો પણ વધી શકે છે.
સૂર્યપ્રકાશ હોવા છતાં ઉણપ કેમ?
આધુનિક જીવનશૈલીના કારણે લોકોનો તડકામાં વિતાવવાનો સમય ઘટી ગયો છે. ઓફિસમાં લાંબા સમય સુધી કામ કરવું, ઘરમાં રહીને મોબાઈલ- લેપટોપ પર સમય વિતાવવો અને બાળકોમાં આઉટડોર એક્ટિવિટીની કમી – આ બધાં કારણો વિટામિન ડીની ઉણપ માટે જવાબદાર છે.
વિટામિન ડીની ઉણપથી થતી તકલીફો:
વિટામિન ડીની ઉણપથી બાળકોમાં રિકેટ્સ અને પુખ્તોમાં ઓસ્ટિયોપોરોસિસ જેવી બીમારીઓ થઈ શકે છે. હૃદયરોગ, ડાયાબિટીસ અને કેન્સર જેવી ગંભીર બીમારીઓનો પણ વિટામિન ડીની ઉણપ સાથે સીધો સંબંધી છે. તે એક “શાંત રોગચાળો” છે જે ધીમે ધીમે શરીરને કમજોર બનાવે છે.
અહીંથી મળી શકે છે વિટામિન ડી:
વિટામિન ડી મુખ્યત્વે સૂર્યપ્રકાશથી મળે છે. તડકામાં દરરોજ 20-25 મિનિટ વિતાવવાથી શરીર માટે જરૂરી વિટામિન ડીનો સ્તર જળવાઈ રહે છે. ઉપરાંત, માછલી, મશરૂમ, અખરોટ અને કેટલીક બીજની જાતો પણ વિટામિન ડી ધરાવે છે
.
શું છે ઉપાય?
ICRIER ની પ્રોફેસર ડૉ. અર્પિતા મુખર્જી જણાવે છે કે, જો હમણાં પગલાં ન લેવાય તો સ્થિતિ ભયજનક બની શકે. વૅક્ટર નીતિમાં ફેરફાર, ખોરાક ફોર્ટિફિકેશન, સબસિડી અને જનજાગૃતિ જેવા પ્રયાસોથી વિટામિન ડીની ઉણપને થોભાવી શકાય છે.
ICRIERના ડિરેક્ટર દીપક મિશ્રાએ જણાવ્યું કે, ભારતને આયોડાઇઝ્ડ મીઠા જેવી જ સફળ વ્યૂહરચના વિટામિન ડી માટે અપનાવવાની જરૂર છે.
તમારું આરોગ્ય તમારાં હાથમાં છે:
સુર્યપ્રકાશમાં સમય વિતાવવો, તંદુરસ્ત આહાર લેવો અને દરરોજની લાઇફસ્ટાઇલમાં સક્રિયતા જાળવી રાખવી – આ ત્રણ સિદ્ધાંત તમારા સ્વાસ્થ્ય માટે રક્ષણ આપનારા બની શકે છે.