Health Tips: હૃદયથી લઈને ડાયાબિટીસ સુધી તમામ રોગોનો રામબાણ ઈલાજ છે અર્જુનની છાલ, જાણો કેવી રીતે કરો ઉપયોગ
Health Tips આયુર્વેદમાં અનેક ઔષધિઓમાં અર્જુનની છાલનું સ્થાન ખૂબ મહત્વનું માનવામાં આવે છે. અર્જુન વૃક્ષની છાલમાં એવા ગુણધર્મો છે જે હૃદયના રોગો, ડાયાબિટીસ, પાચનતંત્રની તકલીફો અને વધતા વજન જેવી સામાન્ય ગંભીર સમસ્યાઓમાં પણ અસરકારક સાબિત થઈ શકે છે.
અર્જુન છાલના મુખ્ય ફાયદા:
1. હૃદયના રોગો માટે રામબાણ:
અર્જુનની છાલ હાર્ટટોનિક તરીકે ઓળખાય છે. તેમાં રહેલા ટ્રાઇટરપેનોઇડ્સ અને કો-એન્ઝાઈમ ક્યૂ10 જેવા તત્વો હૃદયની સુધારવામાં અને બ્લડ પ્રેશર નિયંત્રિત રાખવામાં મદદ કરે છે.
2. ડાયાબિટીસ નિયંત્રણ:
અર્જુન છાલ રક્તમાં શુગરનું સ્તર ઘટાડવામાં સહાયરૂપ છે. રોજિંદા સેવનથી બ્લડ શુકર લેવલ બેલેન્સ રહે છે, જે ટાઈપ 2 ડાયાબિટીસના દર્દીઓ માટે લાભદાયક છે.
3. વજન ઘટાડવામાં સહાયક:
આ છાલ ચયાપચય વધારવામાં મદદ કરે છે. તે શરીરમાંથી વધારાની ચરબી કાઢવામાં મદદરૂપ બની શકે છે અને સ્થૂળતા ઘટાડવામાં ઉપયોગી છે.
4. પાચનતંત્ર માટે લાભદાયક:
કબજિયાત, ગેસ, આથો વગેરે જેવી સમસ્યાઓમાં રાહત આપે છે અને પાચનક્રિયાને મજબૂત બનાવે છે.
5. કિડનીને પ્યુરિફાય કરે છે:
અર્જુન છાલ યૂરિન પ્યુરિફાયર તરીકે કામ કરે છે અને કિડનીમાંથી ઝેરી પદાર્થો દૂર કરવામાં મદદ કરે છે.
કઈ રીતે સેવન કરવું?
1. અર્જુન છાલ:
5-6 ગ્રામ છાલને ધોઈ તેના નાના ટુકડા કરો. 500 મિલી પાણીમાં નાખી 10-15 મિનિટ સુધી ઉકાળો. જ્યારે પાણી અડધું રહી જાય, ગાળી લો અને સવારે ખાલી પેટ પિયો. સ્વાદ માટે થોડી મધ ઉમેરો.
2. પાવડર સ્વરૂપે:
1-2 ગ્રામ છાલ પાવડર પાણી સાથે દિનમાં બે વાર લો