Health દૂધ દરેક માટે નથી હિતકારી: જાણો કોને દૂધ પીવાનું ટાળવું જોઈએ અને શા માટે
Health દૂધને આરોગ્ય માટે પોષણસભર અને લાભદાયક માનવામાં આવે છે. તેમાં કેલ્શિયમ, વિટામિન ડી, મેગ્નેશિયમ, પ્રોટીન અને અનેક પોષક તત્ત્વો હોય છે, જે હાડકાંને મજબૂત બનાવે છે અને શરીરનું સાર્વત્રિક વિકાસ કરે છે. બાળકો, વૃદ્ધો અને સાદા જીવનશૈલી ધરાવતા લોકો માટે દૂધ અવશ્યક માનવામાં આવે છે. પરંતુ તાજેતરમાં હેલ્થ એક્સપર્ટ્સએ ચેતવણી આપી છે કે દરેક વ્યક્તિ માટે દૂધ પીવું યોગ્ય નથી. કેટલીક આરોગ્યસંબંધિત પરિસ્થિતિઓમાં દૂધથી નુકસાન થઈ શકે છે.
1. પીસીઓએસ (PCOS) અને હોર્મોનલ અસંતુલન:
દૂધમાં એસ્ટ્રોજન અને કેટલાક નેચરલ હોર્મોન્સ હોય છે, જે શરીરમાં હોર્મોનલ બેલેન્સને બગાડી શકે છે. પીસીઓએસથી પીડિત મહિલાઓમાં દૂધ પીવાથી એન્ડ્રોજન અને ઇન્સ્યુલિન સ્તર વધે છે, જે હાલતને વધુ ગંભીર બનાવી શકે છે. ડેરી ઉત્પાદનો, ખાસ કરીને ફુલ-ફેટ દૂધ, ટાળવું વધુ સારું રહે છે.
2. લીવર સંબંધિત સમસ્યાઓ:
ફેટી લીવર અથવા લીવરમાં સોજાની સમસ્યાઓ ધરાવતા લોકો માટે દૂધ પચાવવું મુશ્કેલ બને છે. દૂધમાં રહેલી ચરબી લીવરને વધુ બોજવાળું બનાવી શકે છે. પરિણામે લીવરમાં દાહ અને અન્ય ગંભીર તકલીફો સર્જાઈ શકે છે.
3. શરીરમાં સોજો:
દૂધમાં રહેલી સંતૃપ્ત ચરબી અને લિપોપોલિસકેરાઇડ્સ દાહકારક ઘટકો છે, જે શરીરમાં સોજાને વધારી શકે છે. જેને અગાઉથી જ સોજાની તકલીફ હોય, તેવા લોકોએ દૂધ ટાળવું જોઈએ.
4. લેક્ટોઝ ઇંટોલરેન્સ અને એલર્જી:
દૂધમાં રહેલું લેક્ટોઝ ઘણા લોકો માટે પચાવવું મુશ્કેલ હોય છે. લેક્ટોઝ ઇંટોલરન્ટ લોકોને દૂધ પીવાથી પેટમાં દુઃખાવો, ગેસ, અપચો અને સ્કિન એલર્જી જેવી તકલીફો થઈ શકે છે. એવા લોકોને ડેરી-ફ્રી વિકલ્પ અપનાવવો વધુ યોગ્ય છે.
દૂધ આરોગ્ય માટે લાભદાયક હોવા છતાં, દરેક માટે યોગ્ય નથી. જો તમારી પાસે ઉપરોક્ત સમસ્યાઓ છે તો હેલ્થ એક્સપર્ટની સલાહ લઈને જ દૂધ અથવા ડેરી ઉત્પાદનો લેવાં જોઈએ.